કીટનો ઉપયોગ એરપોર્ટ અને અન્ય મહત્વના સ્થળો પર કરાશે વ્યક્તિ ટયૂબમાં ફૂંક મારે પછી 40 સેકન્ડમાં પરીણામ આવશે
કોઈ વ્યક્તિને ફૂંક માર્યા પછી 40 સેકન્ડમાં જ તેને કોરોના છે કે નહીં તેવું જણાવતી તપાસ કીટ શોધાઈ છે. આ તપાસ કીટ કેટલાક દિવસોમાં જ બજારમાં રજૂ કરાશે તેમ ભારત ખાતે ઈઝરાયેલના એક રાજદૂતે જણાવ્યું હતું. એક મિનિટની અંદર પરીણામ આપતી આ તપાસ કીટ ભારત અને ઈઝરાયેલે સંયુક્તરૂપે વિકસીત કરી છે અને ભારતમાં તેનું ઉત્પાદન થશે.
ઈઝરાયેલના રાજદૂત રોન મલ્કાએ જણાવ્યું હતું કે, કોઈ વ્યક્તિને કોરોના સંક્રમણ છે કે નહીં તે જાણવા માટે એક ત્વરીત તપાસ કીટ શોધાઈ છે. આ ત્વરીત તપાસ કીટ હેઠળ કોઈ વ્યક્તિએ એક ટયુબમાં બસ ફૂંક મારવાની રહેશે અને 30થી 50 સેકન્ડમાં તેનું પરીણામ આવી જશે.
તેમણે કહ્યું કે ત્વરિત તપાસ કીટ યોજના અંતિમ તબક્કામાં છે. તેમાં બે-ત્રણ સપ્તાહથી વધુ સમય ન લાગવો જોઈએ. મલ્કાએ કહ્યું કે ભારત આ ત્વરિત તપાસ કીટ માટે ઉત્પાદન કેન્દ્ર બને તથા બંને દેશ કોવિડ-19 મહામારીને અટકાવવા માટે રસી વિકસાવવા પર પણ સહયોગ કરશે.
આ દરમિયાન રાજદૂતે તેમના હજારો નાગરિકોને સ્વદેશ મોકલવામાં કરવામાં આવેલી મદદ માટે ભારતીય અિધકારીઓનો આભાર માન્યો હતો. મલ્કાને કહ્યું કે સ્વાસ્થ્ય ક્ષેત્રમાં તે આયુષ્માન ભારતના સીઈઓ ઈન્દુ ભૂષણ સાથે મળીને કામ કરી રહ્યા છે.
તેમણે ઉમેર્યું કે આ નવી ત્વરિત તપાસ નિર્ણાયક છે. તે ભારત અને ઈઝરાયેલ વચ્ચે વિજ્ઞાાન અને ટેક્નોલોજીમાં કેટલો સાર્થક સહયોગ થઈ શકે છે તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. આ અભિયાનને અમે ‘ખુલ્લુ આકાશ’ નામ આપ્યું છે. કીટનો ઉપયોગ એરપોર્ટ અને અન્ય મહત્વના સૃથળો પર કરાશે. ખર્ચની દૃષ્ટિએ તે ઘણી સસ્તી હશે.
મલ્કાએ જણાવ્યું કે ભારતીય અને ઈઝરાયેલી સંશોધકોએ ચાર વિવિધ પ્રકારની ટેક્નોલોજી માટે ભારતમાં મોટી સંખ્યામાં નમૂના એકત્ર કર્યા પછી પરીક્ષણ કર્યા છે. તેમાં શ્વાસની તપાસ કરવી અને અવાજની તપાસ કરવાનો પણ સમાવેશ થાય છે, જેમાં કોવિડ-19ની ત્વરિત શોધ કરવાની ક્ષમતા છે. આ સિવાય આઈસો થર્મલ તપાસ પણ છે, જેના મરાફત લાળના નમૂનામાં કોરોનાની હાજરીની ઓળખ કરી શકાય છે. અન્ય એક તપાસ પોલી-એમીનો એસીડ આધારિત છે, જે કોવિડ-19 સંબંિધત પ્રોટીનને અલગ કરે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.