કોરોના વાયરસ પૂરી દુનિયામાં મોતનું બીજુ નામ બની ચૂક્યું છે. આ જીવલેણ વાયરસે અત્યાર સુધીમાં 13 હજાર લોકોનો જીવ લઈ લીધો છે. જેમાં ભારતના 6 લોકો પણ સામેલ છે. કોરોના વાયરસના મોટાભાગના કેસોમાં જોવા મળ્યું છે કે લોકોના સંક્રમિત થયા બાદ ટેસ્ટમાં મોડુ થવાને કારણે વાયરસને ફેલાવામાં મદદ મળે છે. પણ આ દેશે તેનો તોડ મેળવી લીધો છે.
આ દેશના ખાદ્ય અને ઔષધિ વિભાગને 45 મિનિટમાં કોરોના વાયરસના ડાયગ્નોસ્ટિક પરિક્ષણને મંજૂરી મળી ગઈ છે. તેનાથી શંકાસ્પદ દર્દી વિશે માત્ર 45 મિનિટમાં જાણ થઈ જશે કે તે સંક્રમિત છે કે નહીં. હાલમાં તો આ વાયરસની તપાસમાં ખૂબ સમય લાગે છે.
અમેરિકાએ તેનો તોડ શોધી લીધો છે. આ ટેક્નોલોજીને વિકસિત કરનારી કેલિફોર્નિયાની આણ્વિક ડાયગ્નોસ્ટિક કંપની સેફેડે કહ્યું કે, આ પરિક્ષણને કરવા માટે એફડીએ તરફથી સ્વીકૃતિ મળી ગઈ છે. હાલમાં તેનો ઉપયોગ હોસ્પિટલો અને ઈમરજન્સી સેવાઓમાં કરવામાં આવશે. કંપની આવતા અઠવાડિયે આ ટેક્નોલોજીને શિપિંગ દ્વારા બીજા રાજ્યોમાં પહોંચાડવાની યોજના બનાવી રહી છે.
FDA દ્વારા કહેવામાં આવ્યું છે કે કંપની 30 માર્ચ સુધીમાં તેમની ટેસ્ટિંગની ઉપલબ્ધતા લાગૂ કરવા માગે છે. હાલમાં આ પરીક્ષણ સરકારી આદેશો હેઠળ થશે અને સેમ્પલને એક કેન્દ્રીય પ્રયોગશાળામાં મોકલવામાં આવશે. ત્યાંથી રિપોર્ટને જાહેર કરવામાં આવશે.
સ્વાસ્થ્ય અને માનવ સેવાના સચિવ એલેક્સ અઝારે કહ્યું કે, અમે સાવચેતી અને સારસંભાળ જેવા નિદાનની સાથે તપાસ અને ઉપકરણોની સાથે એક નવા ફેસની તરફ વધી રહ્યા છે, જ્યાં અમેરિકાના લોકોને તરત જ તપાસમાં સરળતા રહેશે.
જણાવી દઈએ કે સંયુક્ત રાજ્ય અમેરિકા પણ કોરોના વાયરસના પરીક્ષણી ઘરેલૂ તપાસની માગને પૂરી કરી શકે અમ નથી. તપાસમાં મોડુ થવાને કારણે લોકોના જીવન પર ખતરો વધી શકે છે અને તેનાથી ડૉક્ટર્સ અને નર્સો પણ પ્રભાવિત થશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.