માત્ર પોતાની ઈમેજ બિલ્ડીંગમાં કાર્યરત છે પીએમ મોદી, સંસ્થાઓ પણ કરી રહી છે કામ: રાહુલ ગાંધી

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધી અત્યારે એક વીડિયો સિરીઝ ‘સત્ય કા સફર: રાહુલ ગાંધી કે સાથ’ દ્વારા દેશના પડકારોને જણાવી રહ્યા છે. આ સિરીઝની ત્રીજી કડી આજે જાહેર કરવામાં આવી, જેમાં રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યુ.

રાહુલ ગાંધીએ કહ્યુ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 100% પોતાની છબી બનાવવા પર કેન્દ્રિત છે. સંસ્થાન, જેના અધિકારોને છીનવી લેવાયા છે. તે આ કાર્યને કરવામાં વ્યસ્ત છે. એક વ્યક્તિની છબી એક રાષ્ટ્રીય દ્રષ્ટિકોણનો વિકલ્પ નથી.

ચીન સામે ઉકેલ મેળવવા રાહુલ ગાંધીએ કહ્યુ કે જો તમે તેની સામે લડવા મજબૂત સ્થિતિમાં છો, તો તમે કામ કરી શકશો. તેમની પાસેથી તે મેળવી શકશો જે આપને જોઈએ અને આ હકીકતમાં કરી શકાય છે પરંતુ જો ચીને કમજોરી પકડી લીધી તો પછી આ ગડબડ છે.

રાહુલ ગાંધીએ કહ્યુ કે કોઈ દ્રષ્ટિકોણ વિના ચીન સામે ઉકેલ મેળવી શકો નહીં. હુ માત્ર રાષ્ટ્રીય દ્રષ્ટિકોણની વાત નથી કરી રહ્યો, મારો અર્થ આંતરરાષ્ટ્રીય દ્રષ્ટિકોણ સાથે છે. બેલ્ડ એન્ડ રોડ, આ ધરતીની પ્રકૃતિને બદલવાનો પ્રયાસ છે. ભારતને વૈશ્વિક દ્રષ્ટિકોણ અપનાવવો પડશે. ભારતે હવે વિચાર બનાવવો પડશે, જે વૈશ્વિક વિચાર હોય.

રાહુલ ગાંધીએ કહ્યુ કે ઉચ્ચ સ્તરના વિચારથી જ ભારતની રક્ષા કરી શકાય છે. ચીન સાથે સીમા વિવાદ છે તેનુ આપણે સમાધાન કરવાનુ છે પરંતુ

આપણે આપણી રીત બદલવી પડશે. આપણે આપણા વિચાર બદલવા પડશે. આપણે બે માર્ગ પર ઉભા છીએ, એક બાજુ જઈશુ તો સફળતા મળશે અને બીજી તરફ જઈશુ તો અપ્રાસંગિક થઈ જઈશુ.

રાહુલ ગાંધીએ કહ્યુ કે હુ ચિંતિત છુ કેમ કે એક મોટો અવસર ગુમાવી રહ્યા છીએ કેમ કે આપણે દૂરનુ વિચારી રહ્યા નથી અને અમે આંતરિક સંતુલનને બગાડી રહ્યા છીએ. આપણે અંદરોઅંદર લડી રહ્યા છીએ. રાજકારણમાં જોઈ લો, આખો દિવસ ભારતીય અંદરો અંદર લડી રહ્યા છે. વડાપ્રધાન મારા પ્રતિદ્વંદી છે અને મારી જવાબદારી છે કે હુ તેમને પ્રશ્ન પૂછુ.

રાહુલ ગાંધીએ કહ્યુ કે મારી જવાબદારી છે કે હુ વડાપ્રધાનને પ્રશ્ન પૂછુ અને દબાણ કરૂ, જેથી તેઓ કામ કરે. હુ આપને દાવા સાથે કહી શકુ છુ કે દ્રષ્ટિકોણ નથી તેથી આ ચીન આપણી જમીનમાં ઘૂસણખોરી કરી ગયુ છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.