બોલિવૂડ કે ટીવી સેલેબ્સ જ્યારે પણ ઘરની બહાર નીકળે ત્યારે ફોટોગ્રાફર્સ તથા ચાહકો તેમને ઘેરી લેતા હોય છે. હાલમાં ટીવી તથા બોલિવૂડ એક્ટ્રેસ મૌની રોય ડબિંગ સ્ટૂડિયોની બહાર જોવા મળતા. અહીંયા ભીડે એક્ટ્રેસને ઘેરી લીધી હતી. ફોટો ક્લિક કરતાં સમયે એક વ્યક્તિ મૌનીની ઘણો જ નિકટ આવી ગયો હતો અને તેનાથી મૌની એકદમ ડરી ગઈ હતી.
મૌની રોય કારમાંથી બહાર આવે છે તો ભીડ તેને ઘેરી લે છે. આ દરમિયાન એક વ્યક્તિનો હાથ પણ મૌનીના હાથને સ્પર્શી જાય છે. ત્યારબાદ મૌની રોય એકદમ ડરેલી જોવા મળી હતી. આસપાસના લોકો ધક્કા-મુક્કી કરીને મૌની સાથે ફોટો ક્લિક કરવામાં વ્યસ્ત જોવા મળ્યા હતા. મૌની રોય ઘણી જ અનકમ્ફર્ટેબલ ફિલ કરતી હતી. આ સમય દરમિયાન મૌનીનો બૉડીગાર્ડ આવી જાય છે અને તેને ભીડમાંથી કાઢીને સ્ટૂડિયોની અંદર લઈ જાય છે.
મૌની રોયે અક્ષય કુમારની ફિલ્મ ‘ગોલ્ડ’થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું છે. મૌની રોય હવે ‘બ્રહ્માસ્ત્ર’માં જોવા મળશે. આ ફિલ્મમાં રણબીર કપૂર, આલિયા ભટ્ટ, અમિતાભ બચ્ચન લીડ રોલમાં છે. મૌની છેલ્લે ફિલ્મ ‘લંડન કોન્ફિડેન્શિયલ’માં જોવા મળી હતી. આ ફિલ્મ સપ્ટેમ્બર, 2020માં ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થઈ હતી.
બોલિવૂડ તથા ટીવી એક્ટ્રેસ મૌની રોય બોયફ્રેન્જ સૂરજ નામ્બિયાર સાથે લગ્ન કરવાની છે. મૌની આવતા વર્ષે 27 જાન્યુઆરીએ ડેસ્ટિનેશન વેડિંગ કરવાની છે. પશ્ચિમ બંગાળના નાનકડા શહેર કૂચ બિહારની મૌની રોય હોમટાઉનમાં પણ ફંક્શન રાખવાની છે.
સૂરજ દુબઈમાં બેંકર તથા બિઝનેસમેન છે. તે બેંગલુરુના જૈન પરિવાર સાથે સંબંધ ધરાવે છે. સૂરજ તથા મૌની લાંબા સમયથી એકબીજાના રિલેશનશિપમાં પણ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.