હવામાન વિભાગે શુક્રવારે જાણકારી આપી છે આ અઠવાડિયામાં દિલ્હી, પંજાબ સહિત કેટલાક રાજ્યોની વચ્ચે બચેલા ભાગોમાં દક્ષિણ- પશ્ચિમ મોનસૂનની શક્યતા છે. જો કે ગત સાંજે થયેલા હળવા વરસાદથી લોકોને થોડી રાહત મળી છે.
શુક્રવારે સાંજે જારી બુલેટિનમાં હવામાન વિભાગે કહ્યુ કે રાજસ્થાન, પશ્ચિમી ઉત્તર પ્રદેશ, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હી અને પંજાબના બાકીના ભાગોમાં આવનારા 5-6 દિવસમાં દક્ષિણ પશ્ચિમ વરસાદને આગળ વધવા માટે પ્રતિકુળ પરિસ્થિતિઓ તૈયાર થવાની શક્યતા નથી.
2થી 6 જુલાઈની વચ્ચે બિહાર, આસામ અને મેઘાલય જ્યારે 2થી 4 જુલાઈની વચ્ચે અરુણાચલ પ્રદેશમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે.
રવિવારે આવતા અઠવાડિયે બુધવાર સુધીમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાનું અનુમાન છે અને ધુમ્મસથી લોકોને સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.