ગુલાબી ઠંડીની વચ્ચે માવઠાંની આગાહી અંબાલાલ પટેલે કરી

ગુલાબી ઠંડીનો (PINK COLD) પ્રારંભ થઈ ગયો છે. હવે વાતાવરણમાં (ATMOSPHERE) ઠંડીનો અનુભવાઈ રહી છે. જોકે હજુ ગુજરાતમાંથી ચોમાસુ (MONSOON) ગયું નથી. ગુલાબી ઠંડી વચ્ચે માવઠાની આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલ (AMBALAL PATEL) ની આગાહી કરી છે કે , આજથી બેસતા વર્ષની શરૂઆત સુધીમાં અને તે પછી ગુજરાતમાં (GUJARAT) કેટલાક ભાગોમાં હળવું માવઠું થવાની સંભાવના છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ આગાહી કરી કે , અઠવાડિયાનાં અંતિમ દિવસોથી આગામી ૩ દિવસ સુધી ગુજરાતનાં કેટલાંક ભાગોમાં તાપમાન ધટશે. આગામી ત્રણ દિવસ બાદ રાત્રિનું તાપમાનમાં ઘટાડો થશે. ત્યાર બાદ બીજે દિવસે અને રાત્રીના તાપમાનમાં ઘટાડો નોંધાશે.

૨૭ ઓક્ટોબર પછી ગુજરાતમાં ઠંડીની અસર શરૂ થશે. ૨૭ ઓક્ટોબરના દિવસે અને રાત્રે દરમિયાન ઠંડી લાગવાની શરૂઆત થશે. ગુજરાત અને દેશના અનેક ભાગોમાંથી ચોમાસાની વિદાય લગભગ થઇ ગઇ છે. ત્યારે દેશના ઉત્તરી પહાડી અને મેદાનો વિસ્તારોમાં પણ ચોમાસાની ઔપચારિક વિદાય થઈ ગઈ છે.

આકાશ ઠંડીની મોસમ પણ શરૂ થઈ ગઈ છે. ચોમાસાની વિદાય થતાં આકાશમાંથી વાદળો છૂમંતર થઈ ગયા છે. તેનાથી દિવસે તડકો જતાં વાતાવરણમાં ભેજ અનુભવાય છે. પરંતુ રાત્રિના તાપમાનમાં ઘટાડો આવે છે. શરદી ની મોસમ શરૂ થતાં જ તેના સંકેત દેખાઈ રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.