મે મહિનામાં ગોલ્ડ બોન્ડનું રેકોર્ડ બ્રેક વેચાણ, 54 હજાર રૂપિયા સુધી વધી શકે છે કિંમત

સરકારે મે મહિનામાં ગોલ્ડ બોન્ડ દ્વારા 25 લાખ યુનિટ વેચીને 1,168 કરોડ રૂપિયાની કમાણી કરી છે, ભારતીય રિઝર્વ બેંક દ્વારા જારી કરાયેલા આંકડાંથી જાણવા મળે છે, કે સોવરેન ગોલ્ડ બોન્ડ દ્વારા થનારી આ સૌથી મોટી કમાણી છે.

આ ગોલ્ડ બોન્ડને 11થી 15 મે વચ્ચે સબ્સક્રિપ્સન માટે ખોલવામાં આવ્યા હતાં, જેમાં એક યુનિટનો ભાવ 4,590 રૂપિયા હતું, ગોલ્ડ બોન્ડનાં એક યુનિટમાં એક ગ્રામ હોય છે.

અત્યાર સુધી ગોલ્ડ બોન્ડનાં 39 સબક્રિપ્સન જારી કરવામાં આવી ચુક્યા છે, તેના મેનાં પહેલા ગોલ્ડ બોન્ડનાં દ્વારા સૌથી વધું કમાણી ઓક્ટોમ્બર 2016માં થઇ હતી.

ઓક્ટોમ્બર 2016માં કુલ 1082 કરોડ રૂપિયાનું સબસ્ક્રિપ્સન થયું હતું, જેમાં કુલ 35.98 લાખ યુનિટ વેચવામાં આવ્યું હતું, એપ્રિલ 2020માં ઇન્વેસ્ટર્સએ 17.73 લાખ યુનિટ્સ ખરીદ્યા તેની કુલ કિંમત 822 કરોડ રૂપિયા હતી.

જો કે કોઇ પણ નાણાકિય સંકટ અથવા એવા સમયે જ્યારે બજારમાં ઉથલ-પાથલ વધુ જોવા મળે છે, તે દરમિયાન ગોલ્ડમાં રોકાણ કરવું સૌથી ઉત્તમ વિકલ્પ મનાય છે, કેમ કે જોખમ ઓછું અને રિચર્ન સારૂ હોય છે.

છેલ્લા એક વર્ષમાં ગોલ્ડ પર 40 ટકા રિટર્ન મળ્યું છે, વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલની એક રિપોર્ટ અનુસાર 2020નાં પહેલા ત્રિમાસિક દરમિયાન સોનામાં જબરજસ્ત ઇન્વેસ્ટમેન્ટ ડિમાન્ડ જોવા મળી છે,આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે, વર્ષ પ્રતિ વર્ષ દરમિયાન ગોલ્ડ ડિમાન્ડ 80 ટકા વધીને 539.6 ટન થઇ છે.

ગોલ્ડનાં ભાવની વાત  કરીએ તો ફરી એક વખત આ 47000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઉપર થઇ ચુકી છે, નજીકનાં ભવિષ્યમાં તેનું આઉટલુક પણ પોઝિટિવ છે, કેટલાક જાણકાર આ બાબતની આશા કરી રહ્યા છે  કે આગામી 12 મહિનામાં 47000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોચી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.