ગેસ સિલિન્ડર 809 રૂપિયામાં જ મળશે,મે મહિનામાં પણ થયો ન હતો ભાવવધારો

દિલ્હીમાં આ વર્ષે જાન્યુઆરીમાં એલપીજીના ભાવ 694 રૂપિયા હતો અને સાથે ફેબ્રુઆરીમાં તેને વધારીને 719 રૂપિયા કરી દેવાયો હતો. 15 ફેબ્રુઆરીએ ફરી વધારા બાદ તે 769 રૂપિયા થયો તો 25 ફેબ્રુઆરીએ ભાવવધારા બાદ 794 રૂપિયા થયો. માર્ચમાં આ ગેસ સિલિન્ડરના ભાવ 819 રૂપિયા થયા હતા. આ મહિને ઘરેલૂ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરાયો નથી તેનાથી લોકોને મોટી રાહત મળી છે.

IOCની વેબસાઈટ અનુસાર દિલ્હીમાં આજથી 19 કિલોના કર્મશિયલ સિલિન્ડરના ભાવમાં 122 રૂપિયાનો ઘટાડો કરાયો છે.

 14 કિલોના ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ઘટાડો મે મહિનાની શરૂઆતમાં કરાયો નથી પરંતુ સાથે જ 19 કિલોના કર્મશિયલ ગેસ સિલિન્ડરની કિંમચમાં 46 રૂપિયાનો ઘટાડો કરાયો છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.