મુંબમાં ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે. આ કારણે બુધવારે સામાન્ય જનજીવન અને વાહન વ્યવહાર પર અસર પડી છે. અનેક સ્થળઓ વૃક્ષોધરાશયી થવાથી અને માર્ગો પર પાણી ભરાવાને લીધે લાંબો ટ્રાફિક જામ સર્જાયો. હવામાન વિભાગે મુંબઈમાં આવતીકાલે ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે.
મહારાષ્ટ્ર CMOએ જાણકારી આપી કે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ મુંબઈ અને આસપાસના વિસ્તારમાં ભારે વરસાદ બાદ સ્થિતિની સમિક્ષા કરી છે. તેમણે અધિકારીઓને એલર્ટ રહેવા અને તૈયાર રહેવાનો નિર્દેશ આપ્યો કારણ કે આવતીકાલે પણ ભારે વરસાદનું અનુમાન હવામાન વિભાગે લગાવ્યું છે.
મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી આદિત્ય ઠાકરેએ લોકોને ઘરમાં જ રહેવાની અપીલ કરી છે. તેમણએ કહ્યું કે, મુંબઈ તેજ પવન અને ભારે વરસાદથી ઘેરાઈ ચુક્યું છે. હું દરેકને અનુરોધ કરું છું, ખાસ કરીને પત્રકારોને સુરક્ષિત રહેવાની અપીલ કરું છું જે તેને કવર કરે છે.
આ સાથે પોલીસે પણ દરેક લોકોને અપીલ કરી છે કે, તેઓ ઘરોમાં રહે. પોલીસે જણાવ્યું કે જ્યાં સુધી જરૂરી ના હોય ત્યાં સુધી બહાર ના નિકળો. બીએમસીએ જણાવ્યું કે, ભારે વરસાદને ધ્યાનમાં રાખીને સીએસટી કૂર્લા વચ્ચે નગરપાલિકાની શાળાઓમાં અસ્થાયી શેલ્ટર ખોલવામાં આવ્યા છે. વરસાદની ચપેટમાં આવતા લોકોને અહીં શિફ્ટ કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.