બહુજન સમાજ પાર્ટી (બસપા)એ મધ્યપ્રદેશ વિધાનસભામાં પોતાના ધારાસભ્ય રમબાઇ પરિહારને નાગરિકતા સંશોધન કાયદા (CAA)નું સમર્થન કરવાના લીધે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. બસપા ચીફ માયાવતીએ આ મામલામાં ટ્વીટ કરીને કહ્યું કે પાર્ટી લાઇનથી અલગ ચાલવાને લઇ પરિહારને પહેલાં પણ ચેતવણી આપવામાં આવી હતી, હવે તેમની અનુશાસનહીનતાના લીધે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરાયા છે. પરિહાર મધ્યપ્રદેશના પથેરિયાથી ધારાસભ્ય છે.
માયાવતીએ ટ્વીટ કરી કે બહુજન સમાજ પાર્ટી અનુશાસિત પાર્ટી છે અને અનુશાસન તોડવા પર પાર્ટીના સાંસદ/ધારાસભ્ય વગેરેની વિરૂદ્ધ પણ તરત કાર્યવાહી કરાય છે. આ ક્રમમાં મધ્યપ્રદેશમાં પથેરિયાથી બસપા ધારાસભ્ય રમાબાઇ પરિહાર દ્વારા CAAનું સમર્થન કરવા પર તેમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. માયાએ એમ પણ સ્પષ્ટતા કરી કે પરિહાર પર પાર્ટી કાર્યક્રમમાં ભાગ લેવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
એક બીજી ટ્વિટમાં માયાવતીએ કહ્યું કે બસપાએ સૌથી પહેલાં સીએએને વિભાજનકારી અને અસંવૈધાનિક ગણાવીને તેનો તીવ્ર વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે બસપાએ સંસદમાં પણ સીએએની વિરૂદ્ધ વોટ આપ્યો હતો અને તેમની વાપસીને લઇ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને જ્ઞાપન પણ સોંપ્યું હતું. છતાંય ધારાસભ્ય પરિહારે CAAનું સમર્થન કર્યું. પહેલાં પણ તેમને કેટલીય વખત પાર્ટી લાઇન પર ચેતવણી આપવામાં આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.