48 કલાકમાં તેની ધરપકડ કરવાની માંગ કરી છે. જો ધરપકડ નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગેથી આંદોલન શરૂ કરશે તેવી ચિમકી ઉચ્ચારી હતી.
News Detail
આ મામલો પોલીસ સુધી પહોંચ્યો હોવા છતાં પણ ખવડ પોલીસ પકડથી દૂર છે તે મામલે પરીવારજનો દ્વારા ધરપકડની માંગ કરવામાં આવી રહી છે અને ધરપકડ નહીં થાય તો આંદોવનની ચિમકી ઉચ્ચારવામાં આવી છે. જુની અદાવતમાં આ ઝઘડો થયો હતો અગાઉ દેવાયતના પાઈપથી માર મારતો વીડિયો પણ સીસીટીવીનો સામે આવ્યો હતો.
પાઇપ જેવા હથિયાર વડે કરેલા હુમલામાં મયુરસિંહ રાણાને બંને પગમાં ગંભીર ઇજાઓ થઇ છે. ઇજાગ્રસ્ત મયુરસિંહ રાણાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જેથી આ મામલે ગંભીરતા દાખવીને ધરપકડની માંગ કરાઈ છે જ્યારે દેવાયત ખવડ તેમના ઘરેથી ક્યાંક ભાગી ગયો હોવાથી પોલીસ હજુ સુધી ફરીયાદ થતા હાજર કરી શકી નથી.
પોલીસે આશ્રયસ્થાનો સહિત તેના વતન સ્થાનની શોધખોળ કરી છે પરંતુ હજુ સુધી દેવયાતની ધરપકડ કરી શકી નથી. આજે મયુરસિંહ રાણાના પરિવાર અને મિત્રોએ 48 કલાકમાં તેની ધરપકડ કરવાની માંગ કરી છે. જો ધરપકડ નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગેથી આંદોલન શરૂ કરશે તેવી ચિમકી ઉચ્ચારી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.