ગુજરાતમાં વડોદરાના વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ પોતાની દાદાગીરીને કારણે અવારનવાર ચર્ચામાં આવે છે. હાલમાં જ આ વાઘોડિયાના આ બાહુબલી ધારાસભ્યએ પોતાનું કામ ન થવાને કારણે ગુજરાત સરકારને રાજીનામાની ચીમકી ઉચ્ચારી હતી. આ મામલે મીડિયાકર્મીઓ તેમની પ્રતિક્રિયા લેવા માટે પહોંચ્યા હતા. ત્યારે એક સવાલના જવાબમાં આ ધારાસભ્યએ પોતાનો પિત્તો ગુમાવી દીધો હતો. અને પત્રકારને કહ્યું કે, તું હવે ગાળ સાંભળીશ.
હકીકતમાં થયું એવું કે, સવાલીના ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારના રાજીનામાના વિવાદ બાદ મધુ શ્રીવાસ્તવે પણ કામ થતું ન હોવાનું જણાવી રાજીનામાની ચીમકી ઉચ્ચારી હતી. હાલના દિવસોમાં ગુજરાતમાં કડકડતી ઠંડીમાં આ મુદ્દો એકદમ ગરમાગરમ હતો. જે કારણે તમામ પત્રકારો તેમની પ્રતિક્રિયા લેવા પહોંચ્યા ત્યારે મધુ શ્રીવાસ્તવે એકાએક રોષે ભરાઈ પહેલાં કેમેરામેનનો કેમેરો ઝૂંટવવાનો પ્રયાસ કરતાં તેની સાથે હાથાપાઈ કરી. અને બાદમાં ન્યુઝ ચેનલનું બૂમ લઈને ઉભેલાં એક પત્રકારને જઈને તોછડાઈભર્યું વર્તન કર્યું હતું, અને કહ્યું હતું કે હવે તું મારી ગાળ સાંભળીશ.
મધુ શ્રીવાસ્તવ વડોદરાના ભાજપના અગ્રણી નેતા છે. તેઓ છેલ્લી પાંચ ટર્મથી વાઘોડિયા બેઠક પરથી ચૂંટણી જીતતા રહ્યા છે. એટલું જ નહીં, પણ બેસ્ટ બેકરી કેસમાં આરોપી છે. તો 2014માં લાયન ઓફ ગુજરાત નામની ગુજરાતી ફિલ્મનું નિર્માણ કર્યું હતું. અને આ ફિલ્મમમાં તેઓ સિંઘમની જેમ હીરો બન્યા હતા. તો 2012માં કોંગ્રેસના ડો. જયેશ પટેલને હરાવ્યાં હતા. અને 2017માં BTPના ઉમેદવારને હરાવીને જીત મેળવી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.