બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ત્રીજા તબક્કા માટે પ્રચાર ચાલી રહ્યો છે. મંગળવારે જ્યારે બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમાર મધુબનીનાં હરલાખી વિધાનસભા મત વિસ્તાર પહોંચ્યા ત્યારે તેમને વિરોધનો સામનો કરવો પડ્યો. નીતીશ જ્યારે સભાને સંબોધન કરી રહ્યા હતા, ત્યારે ડુંગળી અને પથ્થરના ટુકડાઓ તેમની ઉપર ફેંકવામાં આવ્યા.
આ દરમિયાન પથ્થર ફેંકનારા શખસોએ સતત સુત્રોચ્ચાર કર્યો અને કહ્યું કે દારૂ ખુલ્લેઆમ વેચાઇ રહ્યો છે, તસ્કરી થઇ રહી છે, પરંતું તમે કશું જ કરી શક્તા નથી.
આ દરમિયાન નિતીશ કુમારનાં સુરક્ષા કર્મીઓ એ તે શખસને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતું નિતીશ કુમાર એવું કહેતા જોવા મળ્યા કે ફેંકવા દો જેટલા ફેંકવા હોય તેટલા ફેંકવા દો.
નીતિશ કુમારે આ વાતની સાથે જ તેઓ તેમના સંબોધન સાથે આગળ વધ્યા, નીતીશે કહ્યું કે અમે કહી રહ્યા છીએ કે સરકાર આવ્યા પછી રોજગારની તક ઉભી થશે અને કોઈએ બહાર જવું નહીં પડે. નીતીશે કહ્યું કે, જેઓ આજે સરકારી નોકરીની વાત કરે છે, જ્યારે તેઓ સત્તામાં હતા, ત્યારે કેટલા લોકોને રોજગાર આપ્યો, ત્યારે તો બિહાર-ઝારખંડ ઘણા લાંબા સમયથી એક જ હતું.
અગાઉ પણ વિરોધ થઈ ચૂક્યો છે
અત્રે ઉલ્લેખનિય છે કે આ વખતે ચૂંટણી પ્રચાર દરમિયાન નીતીશ કુમારને ઘણી વખત વિરોધનો સામનો કરવો પડ્યો છે. ઘણી રેલીઓમાં નીતીશ કુમારની સામે તેમની વિરૂધ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા છે, જ્યારે ખુદ નીતિશે પણ સૂત્રોચ્ચાર કરનારા લોકોને ટોક્યા છે.
મુઝફ્ફરપુરની રેલીમાં પણ કેટલાક લોકોએ નીતિશની સામે લાલુ યાદવ ઝિંદાબાદના નારા લગાવ્યા હતા, ત્યારે નીતીશે સ્ટેજ પરથી કહ્યું હતું કે ઝિંદાબાદનો નારા લગાવો છો તો તેમને જ સાંભળવા જાઓ, તમે અહીં કેમ આવ્યા છો. આ સિવાય કેટલીક જગ્યાએ નીતીશને કાળો ઝંડો બતાવવામાં આવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.