મે માસ્ક પહેર્યું જ છે, તમે કેમ ખોટું કહો છો? કહી પોલીસ સાથે માથાકૂટ

કરફ્યુ શરૂ થવાના 15 મિનિટ અગાઉ દારૂખાના રોડ પર મહિધરપુરા પોલીસ સાથે બખેડો કરનાર પિતા-પુત્રની ધરપકડ

સુરતના દારૂખાના રોડ પાણીની ટાંકી પાસે ગતરાત્રે કરફ્યુ શરૂ થવાના 15 મિનિટ અગાઉ માસ્ક વિના રખડતા આધેડને મહિધરપુરા પોલીસે અટકાવી દંડ ભરવા કહેતા તેણે દંડ નહીં ભરી બૂમબરાડા પાડી લોકોને એકત્ર કર્યા હતા. તો પુત્રએ ગાળો ભાંડી હતી.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મહિધરપુરા પોલીસ ગતરાત્રે 9 વાગ્યાના કરફ્યુના અમલ માટે ફૂટ પેટ્રોલીંગમાં હતી ત્યારે 8.45 કલાકે દારૂખાના રોડ પાણીની ટાંકી પાસે એક આધેડ માસ્ક પહેર્યા વિના ચાલતો આવતો હોય તેને રોકી પોલીસે દંડ ભરવા કહ્યું હતું. જોકે, તેણે બરાડા પાડી મેં માસ્ક પહેર્યું જ છે, તમે કેમ ખોટું કહો છો? તેવું બોલી આજુબાજુના લોકોને ભેગા કરવા પ્રયાસ કર્યો હતો. તેટલીવારમાં તેનો પુત્ર ત્યાં આવ્યો હતો અને તે પણ બરાડા પાડી તમે ખોટા મારા પપ્પાને હેરાન કરો છો તેમ કહી પોલીસને ગાળો આપવા માંડયો હતો. અમારી પાસે જ રૂપિયા ભરાવો છો તેમ કહી બખેડો કરનાર જરીની મજૂરીનું કામ કરતા મનોજ મનસુખભાઇ જરીવાલા ( ઉ.વ.50 ) અને તેમના પુત્ર જીગ્નેશ ( ઉ.વ.19 )( બંને રહે.4/583, રાણાશેરી, બેગમપુરા, સુરત ) વિરુદ્ધ મહિધરપુરા પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.