મહારાષ્ટ્રમાં રાજકિય ઉથલ-પાથલ બાદ સત્તામાં આવ્યા બાદ પાર્ટીઓના નેતાઓનો દૌર શરૂ છે. મહારાષ્ટ્ર ભાજપના દિગ્ગજ નેતા અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું કે, તેમણે પહેલાં જ કહ્યું હતું કે, ક્રિકેટ અને રાજનીતિમાં કંઈ પણ શક્ય છે અને હવે લોકો તેમની કહેવાનો અર્થ સમજી ગયા હશે.
એક કાર્યક્રમ દરમિયાન ગડકરીએ કહ્યું કે, મેં પહેલાં જ કહ્યું હતું કે, ક્રિકેટ અને રાજનીતિમાં કંઈ પણ શક્ય છે. હવે તમે સમજી શકો છે કે મારા કહેવાનો અર્થ શું હતો. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ શુક્રવારે નીતિન ગડકરીએ શિવસેના-NCP-કોંગ્રેસના ગઠબંધનને તકવાદી ગણાવી અને તે લાંબો સમય સુધી નહી ટકે તેમ જણાવ્યું હતુ.
અત્રે તે પણ જાણવા મળી રહ્યું છે કે, રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ ભાજર-NCPની સરકારને બહૂમતિ સાબિત કરવા માટે 30 નવેમ્બર સુધીનો સમય આપ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.