મેધાણીજી આ તમારા અપમાનનો કટોરો પી જજો. મેધાણીનાં કાયઁક્રમમાં તેનો ફોટો જ ગાયબ.. જુઓ શેનો છે કાયઁક્રમ..

દોસ્તો ઝવેરચંદ મેઘાણીની ૧૨૫ મી જન્મ જયંતી ઉજવાઇ રહી છે .અહિંસાના પૂજારી એવા ગાંધીજીએ જેમને રાષ્ટ્રીય શાયર નો બિરુદ આપ્યું હતું ,એ મેઘાણી સરકાર માટે વર્ષો સુધી અછૂત હતા. પરંતુ હવે સરકાર તેના માટે વિવિધ કાર્યક્રમ કરી રહી છે અને જન્મજયંતિની ઉજવણી પણ કરી રહી છે.

૨૮મી તારીખે ગાંધીનગર ખાતે મેઘાણી જયંતી નો કાર્યક્રમ રખાયો છે. યુવા સાંસ્કૃતિક વિભાગ ગુજરાત સંગીત નાટક અકાદમી અને સાહિત્ય અકાદમી એમ ત્રણે ભેગા મળીને કાર્યક્રમનું આમંત્રણ કાર્ડ આપ્યું છે. પરંતુ તે કાર્ડ પર મેઘાણી સિવાય બધાના ફોટા છે.

સોશિયલ મીડિયા ઉપર આ કાર્ડ વાયરલ થઈ રહ્યું છે. લોકો એકબીજાને ચેલેન્જ આપી રહ્યા છે. મેઘાણીના આ કાર્યક્રમમાં કાડઁ માં મેઘાણી નો ફોટો શોધી આપે તેની એક કરોડ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે.

કસુંબીનો રંગ ઉત્સવ નામના કાર્યક્રમના કાર્ડમાં કુલ મળીને પાંચ ફોટા છે, જેમાં નરેન્દ્ર મોદી, વિજય રૃપાણી, નિતિનભાઈ, ભુપેન્દ્રસિંહ ચૂડાસમ અને ઈશ્વરસિંહ પટેલનો સમાવેશ થાય છે. પરંતુ ક્યાંય મેઘાણી દેખાતા નથી. નિમંત્રક તરીકે ચાર અધિકારી-સંસ્થાના નામો છે. અધિકારી સી.વી.સોમ (યુવા સાંસ્કૃતિક વિભાગના સચિવ), પી.આર.જોશી (સાંસ્કૃતિક પ્રવૃતિના કમિશનર), પંકજ ભટ્ટ (સંગીત નાટક અકાદમીના અધ્ય) અને વિષ્ણુ પંડ્યા (ગુજરાત સાહિત્ય અકાદમી)નો સમાવેશ થાય છે.

આ કાર્ડ ફરતું થયા પછી સોશિયલ મીડિયા પર તેની ભરપૂર ટીકા થઈ રહી છે. લોકો લખે છે કે મેઘાણીનો ઉત્સવ અને મેઘાણી જ ગાયબ. મેઘાણી આત્મસન્માની હતા. રેડિયોમાં તેનું અપમાન થયા પછી ક્યારેય રેડિયો સ્ટેશનમાં પગ મુક્યો ન હતો. એ મેઘાણીનું સરકાર આ રીતે સન્માન કરી રહી છે કે અપમાન?

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.