સૌરાષ્ટ્રમાં મેધતાંડવ સજાઁતા 60 ડેમો હાઈ એલર્ટ પર..નીચાણવાળા વિસ્તારોને ગંભીર ચેતવણી..

ચોમાસાના સાડા ત્રણ માસ પૂરાં થયાં છે. ત્યારે સમગ્ર ગુજરાતના ૨૦૭ જળાશયોમાં ૧૬૩૩૨૦ લાખ ધનમીટર અથવા તો ૫,૭૬,૭૮૯ એમ.સી.એફટી પાણીનો સંગ્રહ થયો છે.

સૌરાષ્ટ્રના ૪૨ ડેમો સંપૂર્ણ ભરાઈ ગયાં છે. છલકાઈ ગયા છે અને આશરે ૩૦ જેટલા ડેમો છલકાવાના આરે છે. સિંચાઈ વિભાગ દ્નારા સૌરાષ્ટ્ર ૬૦ ડેમો હાઈ એલર્ટ પર મૂકાયા છે.

જો કે સૌરાષ્ટ્ર કરતા સુરત સહિતના દક્ષિણ ગુજરાતમાં વધુ વરસાદની સાથે સૌથી વધુ જળસંગ્રહ થયો છે. ૧૩ ડેમોમાં ૨,૬૬,૭૨૩ એમ.સી.એફટી.નો એટલે કે સંગ્રહક્ષમતાના ૮૭.૫૭ ટકા જળસંગ્રહ થયો છે. જ્યારે ઉત્તર ગુજરાતના ડેમોમાં માત્ર ૨૫.૫૮ ટકા (૧૯૪૭૩ એમ.સી.એફટી.)નું જ સ્ટોરેજ છે. મધ્ય ગુજરાતમાં ૫૧.૧૫ ટકા સંગ્રહ થયો છે.

સૌથી ઓછો જળસંગ્રહ કચ્છ વિસ્તારના ૨૦ ડેમોમાં માત્ર ૨૫.૮૦ ટકા છે. કચ્છના ડેમોમાં કૂલ ૧૧૭૩૪ની ક્ષમતા સામે ૩૦૨૭ એમ.સી.એફટી. એટલે કે રાજકોટ જિલ્લાના એક ભાદર ડેમ કરતા અર્ધો સંગ્રહ થયો છે.

સમગ્ર ગુજરાતના જળાશયોની ૮.૯૧ લાખ એમ.સી.એફટી.ની સ્ટોરેજ કેપેસિટી સામે ૫.૭૭ લાખ એમ.સી.એફટી.નો સંગ્રહ થયો છે તેમાં સરદાર સરોવર ડેમમાં જ ૧.૭૮ લાખ એમ.સી.એફટી.નો એટલે કે તમામ જળાશયોમાં ૩૦.૮૪ ટકા સંગ્રહ એક વિશાળકાય નર્મદા ડેમમાં છે. જો કે હજુ નર્મદા ડેમ ૫૩.૨૫ ટકા જ ભરાયો છે.

https://www.youtube.com/watch?v=GIZ6CF_Skyg

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.