જીવના જોખમે લોકો સુધી માહિતી પહોંચાડતા મીડિયાના જાંબાઝ મિત્રો પ્રત્યેની સરકારની ઉદાસીનતા સામે આમ આદમી પાર્ટી ગુજરાત અવાજ ઉઠાવે છે
હાલની વૈશ્વિક મહામારી એવી કોરોનાએ ગુજરાતમાં પણ પોતાનો પગ જમાવવાનું શરૂ કરી દીધું છે. કોંગ્રેસના એમ.એલ.એ. ના પોઝિટિવ રિપોર્ટ થી લઈને સરકારશ્રીના કોરોન્ટાઈન થવા સુધી અને એક માત્ર કેસથી લઈને જ્યાં જ્યાં પણ કેસ કે શંકાસ્પદ લક્ષણો વાળા દર્દીઓ જણાય ત્યાં પળે પળ નું રિપોર્ટિંગ આ મીડિયાના જાંબાઝ મિત્રોએ પોતાના જીવના જોખમે કર્યું છે.
મીડિયાની આ કામગીરી પ્રધાનમંત્રીશ્રીએ બિરદાવી તો દીધી પરંતુ તેમના માટે કોઈ પણ પ્રકારનું રાહત પેકેજ કેન્દ્ર કે ગુજરાત રાજ્ય સરકાર તરફથી જાહેર કરવામાં આવ્યું નથી. આ ઉપરાંત તબીબો, નર્સ, પોલીસ અને સફાઈ કર્મીઓ માટે સરકાર દ્વારા જે 25 લાખનું સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે તે પણ ઓછું છે. દિલ્હી સરકારની જેમ આ પેકેજ પણ રૂપિયા 1 કરોડ સુધીનું કરવામાં આવે તેવી આમ આદમી પાર્ટીના પ્રવક્તા યોગેશ જાદવાણી દ્વારા માંગ કરવામાં આવી છે
આ ગંભીર બાબત છે અને આમ આદમી પાર્ટી ગુજરાત તે વિશે મુખ્યમંત્રીશ્રી ને અનુરોધ કરે છે કે મીડિયાના મિત્રો માટે પણ સહાય પેકેજની ફાળવણી કરવામાં આવે.
મીડિયાના તમામ મિત્રોની સાથે આમ આદમી પાર્ટી ઉભી રહે છે અને તેમની માંગણીને વાચા આપે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.