દેશમાં સંખ્યાબંધ ક્વોરેન્ટાઈન સેન્ટરોમાં દર્દીઓની સારવાર કરી રહેલા મેડિકલ સ્ટાફ જોડે ઉધ્ધત વર્તનના કિસ્સા બહાર આવ્યા છે.
તેમાં પણ દિલ્હીમાં દ્વારકા વિસ્તારના સેન્ટરમાં તો કદાચ અભદ્ર્ વ્યવહારની હદ વટાવી દેવાઈ છે. આ કેન્દ્રમાં પેશાબ ભરેલી બે બોટલો મળી આવી છે. અજાણ્યા વ્યક્તિઓ સામે બોટલો ફેંકવા બદલ પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.
દિલ્હી પોલીસે આ પહેલા નરેલા ક્વોરેન્ટાઈન કેન્દ્રમાં સારવાર લઈ રહેલા બે લોકો સામે પણ ફરિયાદ નોંધી છે. જેમાં આરોપ લગાવાયો છે કે, તબલિગી જમાતના બે લોકોએ સેન્ટરમાં જ પોતાના રુમની બહાર પોટી કરી હતી.
ચિંતાજનક વાત એ છે કે, સ્ટાફ સાથેના ખરાબ વર્તનના કિસ્સા અટકી રહ્યા નથી અને આવા કિસ્સા રોજે રોજ બહાર આવી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.