એક વેબસાઈટ સાથેની વાતચીતમાં હૃદય રોગના વિશેષજ્ઞ ડો. દેવી શેટ્ટીએ કહ્યુ કે ભારતને એક સાથે 30-40 કરોડ રસી ખરીદવી જોઈએ. આ ખરીદી અલગ અલગ ન હોઈ એક જગ્યાથી જ હોવી જોઈએ.
તેમણે કહ્યુ કે જો આપણે કંપનીઓની પાસે જઈએ અને કહીએ કે 30થી 40 કરોડ રસી જોઈએ આ રહ્યા પૈસા. તો તે રસી આપી દેશે અને આ રસી છે જેને કોઈ ટ્રાયલની જરુર નથી. આ અત્યાર સુધીમાં લાખો લોકો પર ઉપયોગમાં લેવાઈ ચૂકી છે.
ડો. શેટ્ટી મલ્ટીસ્પેશિયલિટી હોસ્પિટલ શ્રૃંખલા નારાયણ હેલ્થના ફાઉન્ડર છે. તેમણે ભાર પૂર્વક કહ્યુ તે મેડિકલ અને નર્સિંગનો કોર્સ પૂરો કરી રહેલા છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓને કોરોનાની વિરુદ્ધ લડાઈમાં જોડવા જોઈએ
જ્યારે દેશના અનેક રાજ્ય સરકારોએ રસી ખરીદી માટે ગ્લોબલ ટેન્ડર જારી કર્યા છે. ભારતમાં આ અઠવાડિયે ઓછામાં ઓછા 12 વિરક્ષી પાર્ટીઓએ પ્રધાનમંત્રીને પત્ર લખી 9 સૂચનો આપ્યા છે
જો કંપનીઓને પૈસા એડવાન્સમાં નહીં આપવામાં આવે તો કોઈ વાયદો નહીં કરે. આપણે આ સમયે ઓછામાં ઓછા આવા 5 મોટા રસીઉત્પાદકોની જરુર છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.