પંજાબના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા પછી હવે પહેલી વખત દિલ્હી આવેલા કેપ્ટન અમરિંદર સિંહે બુધવારે સાંજે ભાજપના નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. આ બેઠક સાથે જ કેપ્ટન અપમાનનો બદલો લેવા કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા છે તેવી અટકળોનું બજાર ગરમ થઇ ચૂક્યું છે.
અમિત શાહ અને અમરિંદર સિંહ વચ્ચે લગભગ ૪૫ મિનિટ સુધી બેઠક ચાલી હતી.
અમરિંદરે ટ્વિટ કરીને જણાવ્યું કે તેમણે ગૃહ મંત્રી અમિત શાહ સાથે કૃષિ કાયદા પરત લેવા, પંજાબમાં આંતરિક સલામતી મુદ્દે ચર્ચા કરી હતી. સૂત્રોનું કહેવું છે કે પંજાબના ભૂતપૂર્વ મુખ્યમંત્રીએ અમિત શાહ સાથે કૃષિ કાયદાઓ મુદ્દે ચર્ચા કરી છે. કેન્દ્ર સરકાર કૃષિ કાયદાઓ પરત ખેંચે નહીં ત્યાં સુધી અમરિંદર માટે ભાજપમાં પ્રવેશ કરવો મુશ્કેલ બનશે.
https://www.youtube.com/watch?v=2tDvh5jaMn0
અમરિંદર સિંહ છેલ્લા એક વર્ષ કરતા વધુ સમયથી સતત કૃષિ કાયદાનો વિરોધ કરતા આવ્યા છે. તેઓ હંમેશા થી કૃષિ કાયદાના વિરોધી રહ્યા છે. આથી પાછા ખેંચાયા વગર જ જો અમરિંદર ભાજપમાં જોડાશે તો તેમને વધુ નુકસાન થશે.
બીજી બાજુ અમિત શાહ સાથેની બેઠક મુદ્દે સ્પષ્ટતા કરતા અમરિંદર સિંહે ટ્વિટ કરીને કહ્યું, ગૃહ મંત્રી સાથે તેમને ખેડૂત આંદોલન અંગે ચર્ચા થઇ હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.