ખોડલધામમાં લેઉઆ અને કડવા પાટીદાર સમાજની બેઠક. “૨૦૨૨માં પાટીદાર મુખ્યમંત્રી બને”.

કાગવડ સ્થિત ખોડલધામમાં લેઉઆ અને કડવા પાટીદાર સમાજની બેઠકને લઇને ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ત્યારે ખોડલધામના ચેરમેન નરેશ પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે. નરેશ પટેલે જણાવ્યું કે વર્ષ 2022માં પાટીદાર મુખ્યપ્રધાન બને તેવી સમાજની ઇચ્છા છે. પોતાના સમાજમાંથી મુખ્યપ્રધાન હોય તેવું કોણ ન ઇચ્છે. તેમણે કહ્યું કે અમે થોડા દિવસો પહેલા ઊંઝા દર્શન માટે ગયા હતા.

બેઠકમાં ઊંઝામાં જે મુદ્દાઓની ચર્ચા કરી હતી તે અંગે ચર્ચા કરીશું. તેમણે કહ્યું કે રાજકીય રીતે પાટીદારોને મહત્વ મળવું જોઇએ. નરેશ પટેલે જણાવ્યું કે આમ આદમી પાર્ટી જે રીતે કામ કરે છે તેના કારણે તેને ગુજરાતમાં ફાયદો થઇ શકે છે.

ખોડલધામના ચેરમેન નરેશ પટેલનું નિવેદન.

અમે થોડા દિવસ પહેલા ઉંજા દર્શન કરવા માટે ગયા હતા.
ઉંજા માં જે મુદાઓની ચર્ચા કરી હતી તે મુદાઓની ચર્ચા કરીશું.
રાજકીય રીતે પણ પાટીદારોને મહત્વ મળવું જોઈએ- નરેશ પટેલ.
કેશુભાઈ જેવો આગેવાન હજી સુધી નથી મળ્યો.
આપ જે રીતે કામ તેને ગુજરાતમાં સ્થાન મળી શકે છે.
કોઈ ન ઈચ્છે પોતાના સમાજ મુખ્યમંત્રી ન હોય.
પાટીદાર સમાજના મુખ્યમંત્રી હોવા જોઈએ નરેશ પટેલ.

https://www.youtube.com/watch?v=zsQRsMuGImI

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.