ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં આટલા શહેરોમાં થયું મેઘરાજાનું આગમન…

ગુજરાત રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે અને જેમાં આજે બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદની આગાહી છે. તથા અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, આણંદ, વડોદરામાં વરસાદની આગાહી છે. તેવામાં વડોદરા સહિતના શહેરના વાતાવરણમાં પલટો આવ્યો છે. જેમાં કાળાડિબાંગ વાદળોની વચ્ચે મેઘરાજાનું આગમન થયુ છે. તેમાં શહેરીજનોને વરસાદના આગમનથી ગરમીમાં રાહત મળી છે. તેમજ વરસાદી ઝાપટાથી માટીની મહેક પ્રસરી છે.

તેમજ સુરત, ડાંગ, તાપી, નવસારીમાં વરસાદની આગાહી છે. તથા છેલ્લા 24 કલાક રાજ્યમાં થયેલ વરસાદની માહિતી આપતાં રાહત નિયામકે જણાવ્યું હતું કે, સવારના 6.૦૦ થી બપોરના 2.૦૦ સુઘી રાજ્યમાં બે જિલ્લાઓના બે તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે અને જેમાં સૌથી વધારે ખેડા જિલ્લાના નડીયાદ તાલુકામાં 07 મીમી. વરસાદ નોંધાયો છે. રાજ્યમાં અત્યાર સુઘી તા. 14 સુધી 14.45 મીમી વરસાદ થયો છે, જે છેલ્લાં ત્રીસ વર્ષની રાજ્યની સરેરાશ 850 મીમી.ની સરખામણીએ 1.70 ટકા છે.

IMDના અઘિકારી એમ. મોહન્તીએ ચોમાસાનું ગુજરાતમાં આગમન થઇ ગયું છે, તેમ જણાવતા કહ્યું કે, આગામી પાંચ દિવસમાં સમગ્ર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ ૫ડવાની સંભાવના છે અને જ્યારે સમગ્ર ચોમાસા દરમિયાન 96થી 104 ટકા વરસાદ ૫ડવાની શક્યતા રહેલી છે.  ઉલ્લેખનીય છે કે રવિવારથી કચ્છમાં મેઘરાજાનું આગમન થયું છે. મંગળવારે જિલ્લાના છેવાડાના લખપત તાલુકામાં ખાસ કરીને તીર્થધામ માતાના મઢ અને નજીકના ગામોમાં અડધો ઈંચ જેટલો વરસાદ થયો હતો. રવાપર ઉપરાંત દયાપરમાં પણ વરસાદી ઝાપટાં થયા હતા. ભુજમાં સવારથી જ લોકોએ ઉકળાટ અનુભવ્યો હતો. સોમવારે સુરત, વલસાડ અને નવસારીમાં વરસાદની ગેરહાજરી જોવા મળી હતી. જ્યારે તાપી જિલ્લામાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ તૂટી પડયો હતો. ખાસ કરીને નિઝર, કુકરમુંડા, ઉચ્છલ, સોનગઢ સહિતના વિસ્તારમાં વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.