વર્ષ 2020 ભાજપ સરકાર માટે મુસીબતો લઈને આવ્યું લાગે છે. પહેલાં વડોદરાના ભાજપના ધારાસભ્યોએ કામ થતાં ન હોવાનો આરોપ લગાવી રાજીનામાની ચીમકી ઉચ્ચારી, તો ભરૂચમાં ભાજપના જ ધારાસભ્યોએ GNFC કૌભાંડને લઈ ભોપાલકાંડ જેવી આશંકા વ્યક્ત કરી. ત્યાં હવે મહેસાણામાં ભાજપના રાજમાં ભ્રષ્ટાચારનો બોલતો પુરાવો સામે આવ્યો છે. જેમાં 6 વર્ષ પહેલાં મહેસાણા બાયપાસ હાઈવે પર બનાવેલો ખારી નદીનો પુલ એકાએક વળી ગયો હતો. ભ્રષ્ટાચારમુક્ત ગુજરાતની વાતો કરતી રૂપાણી સરકાર માટે આ કિસ્સો આંખ ઉઘાડનારો છે.
મહેસાણા બાયપાસ હાઈવે પર ખારી નદી પર આવેલો આ પુલ હજુ 6 વર્ષ પહેલાં જ બનાવવામાં આવ્યો હતો. અને 6 વર્ષમાં જ આ પુલની વળી જતાં ભ્રષ્ટાચારનો ફુગ્ગો ફૂટી ગયો છે. તો આ પુલની જવાબદારી જેના શિરે છે તે આર એન્ડ બી ડિપાર્ટમેન્ટ બચાવમાં ઉતરી આવીને જણાવ્યું કે, ભારે વાહનોને કારણે પુલ વળી ગયો છે. હાલ પુલના સમારકામના પગલે પુલ પર વાહન વ્યવહારને બંધ કરી દેવાયો છે. ભારે વાહનો સિટી તરફ ડાઈવર્ટ કરાતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે.
તો આ મામલે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા. તેઓએ કહ્યું કે, CM ફેસબુક પર ભ્રષ્ટાચાર ખતમ કરવાના વીડિયો મુકે છે. પણ ભ્રષ્ટાચારાના ઉદાહરણ બધે જોવા મળે છે. તો આ મામલે કોંગ્રેસના બેચરાજીના ધારાસભ્ય ભરતજી ઠાકોરે ભ્રષ્ટાચારના આરોપ લગાવતાં કહ્યું કે, કરોડોના ખર્ચે બનેલા બાયપાસમાં પહેલેથી ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. જો રાત્રિ દરમિયાન પુલ તૂટયો હોત તો દૂર્ઘટના સર્જાઈ હોત.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.