મહેસાણા પેરોલ ફર્લો સ્કોર્ડે જોટાણા બજારમાંથી પ્રોહીબીશનના ત્રણ ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી લીધો હતો. અને આરોપી સામે લંઘણજમાં બે તો મહેસાણા શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં એક મળી ત્રણ ફરિયાદો પ્રોહીબીશનની નોંધાયેલી છે.
જોટાણા બજાર ખાતેથી જોટાણાના કિરણસિંહ ઉર્ફે કિલીયો ભૂપતસિંહ સોલંકી લાંઘણજ પોલીસ મથકના બે પ્રોહીબીશનના ગુના તેમજ મહેસાણા શહેર એ ડિવિઝન પોલીસ મથકના એક પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો હતો.આ અરોપી જોટાણા ખાતે બજારમાં છે.અને તેવી બાતમી મહેસાણા પેરોલ ફર્લો સ્કોર્ડને મળતા ટીમ જોટાણા બજારમાં પહોંચી છટકું ગોઠવી આરોપીને ઝડપી લીધો હતો અને વધુ તપાસ અર્થે લાંઘણજ અને શહેર એ ડિવિઝન પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.