મેહૂલ ચોક્સી એન્ટીગુઆથી ક્યૂબા ભાગી ગયા? ED અને CBI એલર્ટ

પંજાબ નેશનલ બેન્કના 13,500 કરોડના ફ્રોડ કેસમાં વોન્ટેડ ભારતીય ઉદ્યોગપતિ મેહુલ ચોક્સી એન્ટીગુઆથી ગુમ થઈ ગયો હોવાના અહેવાલ સામે આવ્યા છે. એન્ટીગુઆ પોલીસ રવિવાર સાંજથી ચોક્સીની શોધખોળમાં લાગી છે. પોલીસના એક નિવેદન મુજબ ચોક્સી છેલ્લે સાંજે 5.15 વાગ્યે ઘરેથી એક કારમાં નિકળતા જોવા મળ્યા હતા. આ કાર પોલીસને મળી છે. ચોક્સીના વકીલે પણ તેમના ક્લાયન્ટ ગાયબ હોવાની વાતની પુષ્ટિ કરી હતી. ચોક્સીના વકીલના મતે તેમના ક્લાયન્ટ ટાપુના દક્ષિણ ભાગમાં ડિનર માટે ગયા હતા અને ત્યાંથી તેઓ ગાયબ થયા હતા. એક એવી ચર્ચા પણ ચાલી રહી છે કે મેહુલ ચોક્સી એન્ટીગુઆથી ભાગીને ક્યૂબા જતા રહ્યા છે.

મેહુલ ચોક્સી 2018માં કેરેબિયન ટાપુ દેશ એન્ટીગુઆ અને બારબુડામાં સ્થાયી થયા હતા. પીએનબી કેસમાં વોન્ટેડ ચોક્સી ત્રણ વર્ષથી ત્યાં જ રહે છે. જોનસન પોઈન્ટ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ દાખલ થયા બાદ પોલીસ ભારતીય ઉદ્યોગપતિની શોધખોળ હાથ ધરી છે. પોલીસે અનેક સ્થળે તપાસ હાથ ધરી પરંતુ હજુ સુધી મેહુલ ચોક્સીનો કોઈ પત્તો લાગ્યો નથી.

એન્ટીગુઆ પોલીસે સ્કેચ જાહેર કર્યો :                                                                              એન્ટીગુઆ પોલીસે ચોક્સીની ઓળખ સાથેનો સ્કેચ જાહેર કર્યો છે અને તેમને ચોક્સી અંગેની માહિતી મળે તો પોલીસને જણાવવા કહ્યું છે. પોલીસે કહ્યું કે, જો કોઈને આ શખ્સ અંગે માહિતી મળે તો તે જોનસન પોલીસ પોઈન્ટ અથવા સીઆઈડીને તાત્કાલિક જાણ કરે. પોલીસના વર્ણન મુજબ ભારતીય મૂળનો મેહૂલ ચોક્સી ભૂરા રંગનો છે અને પાંચ ફૂટ છ ઈંચ ઊંચાઈ ધરાવે છે. માથા પર મોટાભાગે વાળ નથી પોલીસે ચોક્સીના ઠેકાણા શોધવા મદદ કરવા જનતાને મદદ કરવા જણાવ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.