મેલબોર્ન પરત ફરીને ભારતીય ટીમે, કાંગારુઓની હારનો લીધો બદલો

ટીમ ઈન્ડિયાએ કાંગારૂઓ સામેની ચાર મેચની ટેસ્ટ શ્રેણીમાં 1-1થી બરાબરી કરી લીધી છે. મેલબોર્નમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ભારતે ઓઓસ્ટ્રેલિયાને 8 વિકેટે હરાવ્યું હતું.

એડિલેડમાં ઓસ્ટ્રેલિયન ટીમે ટીમ ઈન્ડિયાને શરમજનક પરાજય આપ્યો, પરંતુ મેલબોર્ન પરત ફરીને ભારતીય ટીમે કાંગારુઓની હારનો બદલો લીધો.

ઓસ્ટ્રેલિયા સામે મેલબોર્નમાં ભારતનો ટેસ્ટ જીત

1.ભારતે ઓસ્ટ્રેલિયાને 8 વિકેટથી હરાવ્યું – 2020
  1. ભારતે ઓસ્ટ્રેલિયાને 137 રનથી હરાવ્યું – 2018
  2. ભારતે ઓસ્ટ્રેલિયાને 59 રનથી હરાવ્યું – 1981
  3. ભારતે ઓસ્ટ્રેલિયાને 222 રનથી હરાવ્યું – 1978

ટેસ્ટ મેચોમાં ત્રીજી વખત ભારતે ઓસ્ટ્રેલિયાને 8 વિકેટે પરાજિત કર્યું છે. આ અગાઉ ભારતે 2017માં ધર્મશાળામાં અને 2013 માં ચેન્નાઇમાં 8-8 વિકેટથી પરાજિત કર્યું હતું.

આ પહેલા ભારતે 1978 અને 1981 માં મેલબોર્નમાં ઓસ્ટ્રેલિયા સામે સતત જીત મેળવી હતી. તે દરમિયાન પણ ભારતે મેલબોર્નમાં ઓસ્ટ્રેલિયા સામે સતત બે ટેસ્ટ મેચ જીતી હતી. આ સિવાય ભારતે ઓસ્ટ્રેલિયાની ધરતી પર આઠમી ટેસ્ટ જીત મેળવી છે.

ઓસ્ટ્રેલિયા સામે ભારતનો વિજય (વિકેટની દ્રષ્ટિએ)

  1. ભારતે ઓસ્ટ્રેલિયાને 8 વિકેટે હરાવ્યું – મેલબોર્ન 2020
  2. ભારતે ઓલિયાને 8 વિકેટે હરાવ્યું – ધર્મશાલા 2017
  3. ભારતે ઓસ્ટ્રેલિયાને 8 વિકેટે હરાવ્યું – ચેન્નાઈ 2013

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.