ભારત આવી રહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની પત્ની મેલાનિયા ટ્રમ્પના સ્વાગતની તૈયારીઓ ચાલી રહી છે. 25 ફેબ્રુઆરીના રોજ મેલાનિયા ટ્રમ્પ દિલ્હીની એક સરકારી સ્કૂલમાં જશે. તેઓ કેજરીવાલ સરકારની સ્કૂલમાં હેપ્પીનેસની ક્લાસ જોશે. મેલાનિયાનું સ્વાગત મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા કરશે.
આ પહેલો અવસર છે જ્યારે દિલ્હીની સરકારી સ્કૂલોમાં અમેરિકાની પ્રથમ લેડી વિશેષ મહેમાન બનશે. તેમની આ મુલાકાત માટે સ્કૂલમાં દરેક તૈયારીઓ કરી લેવામાં આવી છે. મેલાનિયા ટ્રમ્પ હેપ્પીનેસ ક્લાસમાં બાળકો સાથે સમય પસાર કરશે અને જાણશે કે કઈ રીતે સરકારી સ્કૂલોના બાળકોમાં ટેન્શન ઓછું કરવામાં આવે છે.
અમેરિકાના પ્રથમ લેડી લગભગ 1 કલાક દિલ્હીની સરકારી સ્કૂલમાં પસાર કરશે. ખાસ વાત એ છે કે, જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ અને પ્રધાનમંત્રી મોદી વચ્ચે મુલાકાત ચાલી રહી હશે તે સમયે મેલાનિયા કેજરીવાલ સરકારની સ્કૂલની મુલાકાત લેશે. તે બપોરે 12 વાગ્યે સ્કૂલની મુલાકાત લેશે.
દિલ્હીની કેજરીવાલ સરકારે 2018માં હેપ્પીનેસ ક્લાસની શરૂઆત કરી હતી. આ ક્લાસ નર્સરીથી 8માં ધોરણના વિદ્યાર્થીઓ માટે હોય છે. તેનો હેતુ બાળકોના માનસિક તાણ અને અવસાદને દૂર કરવાનો હતો. આ ક્લાસમાં કોઈ લેખિત પરીક્ષા લેવામાં આવતી નથી. માટે બાળકોના હેપ્પીનેસ ઈન્ડેક્ષનું મૂલ્યાંકન કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.