જો તમે કાર ચલાવતી વખતે મોબાઈલ ફોન પર વાત કરી રહ્યા હોવ તો ટ્રાફિક પોલીસ તમારું ચલાન નહીં કાપી શકે. સરકારે પોતે આ વિષે માહિતી આપી છે. અને જો કોઈ ટ્રાફિક પોલીસકર્મી તમારું ચલાન કાપે તો તમે તેને કોર્ટમાં લઈ જઇ શકો છો.
કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું હતું કે હાલ ટ્રાફિકના નિયમો અનુસાર કાર ચલાવતી વખતે જો કોઈ ડ્રાઈવર હેન્ડ ફ્રી કમ્યુનિકેશન કરે અને પોતાના ફોન પર વાત કરે તો તે દંડનીય અપરાધ નથી અને આ માટે ડ્રાઈવર પર કોઈ પણ પ્રકારનો દંડ લગાવી શકાય નહીં.
લોકસભામાં કેરળના એનારકુલમથી કોંગ્રેસ સાંસદ હીબી ઇડને સવાલ પૂછ્યો હતો કે મોટર વ્હીકલ એક્ટ 2019 ના સેકશન 184 (G) અનુસાર મોટર વાહનોમાં હેન્ડ ફ્રી કમ્યુનિકેશન ફીચર ઉપયોગ કરવા માટે કોઈ દંડની જોગવાઈ છે કે નહીં?
આ સવાલના જવાબમાં ગડકરીજીએ કહ્યું હતું કે આ એક્ટમાં મોટર વ્હીકલ ચલાવતી વખતે હેન્ડ હોલ્ડ કમ્યુનિકેશન ઉપકરણના ઉપયોગ પર દંડની જોગવાઈ છે.અને હેન્ડ ફરી કમ્યુનિકેશન ઉપકરણનાં ઉપયોગ પર કોઈ પ્રકારનો દંડ નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.