મેંદરડા સજ્જડ બંધ, ધાર્મિક લાગણી દુભાવનાર સામે સૂત્રોચાર સાથે રોષભેર નીકળી રેલી

મેંદરડાના અજમેરા માર્કેટ તરીકે ઓળખાતા વિસ્તારમાં દર વર્ષે કૃષ્ણ યુવક મંડળ દ્વારા ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે જેમાં એકતા થતા દાનની રકમ સેવા કાર્ય માટે આપવામાં આવે છે માનસિક વિકલાંગોના લાભાર્થે બે દિવસ પહેલા રાત્રે સમઢીયાળા ના રામામંડળ નું આયોજન કરવામાં આવ્યું હતું મેંદરડા તેમજ આસપાસના વિસ્તારના લોકો મોટી સંખ્યામાં હાજર હતા આ દરમિયાન ભાજપના મહિલા આગેવાન ડોલીબેન ઉર્ફે ભાવનાબેન અજમેરા એ પોતાના રાજકીય હોદ્દાનો દુરુપયોગ કરે કૃષ્ણ યુવક મંડળના સભ્યો તેમજ કાર્યકર્તાના આયોજકો વિરુદ્ધ પોલીસને બોલાવી રજૂઆત કરી રામામંડળ બંધ કરાવ્યું હતું. આ ઘટનાના ઘેરા પડતા પડ્યા હતા જેને લઇ મેંદરડા શહેર અને તાલુકા ના લોકોમાં ભારે રોશ ફેલાયો હતો ભાજપના મહિલા અગ્રણીના આ વલણના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ આરએસએસ કૃષ્ણ યુવક મંડળ હિંદુઓ ઉત્સવ સમિતિ મેંદરડા બંધનું એલાન આપ્યું હતું જેને સાથોસાથ રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું હતું પગલે મેંદરડા શહેર સ્વયંભૂ સજ્જડ બંધ રહ્યું હતું તમામ બજારો ની દુકાનો બંધ રહી હતી

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.