કેન્દ્ર સરકારે 18 વર્ષથી ઉપરના,તમામ લોકોના રસીકરણને,આપી પરવાનગી

દેશમાં સોમવારથી જ્યાં કેન્દ્ર સરકારે 18 વર્ષથી ઉપરના તમામ લોકોના રસીકરણને પરવાનગી આપી છે ત્યારે મંગળવારે ઉત્તર પ્રદેશે એક મેથી રાજ્યામાં તમામ 18 વર્ષથી ઉપરના લોકો માટે રસીકરણની વાત કરી છે.

જાણકારી મુજબ રાજ્યોને આ અધિકાર આપ્યો છે કે તે 18 વર્ષથી ઉપરના કોઈ પણ વર્ગના વ્યક્તિનું રસીકરણ કરી શકે છે.

જણાવવામાં આવ્યું કે કેન્દ્ર સરકાર નિર્મિત રસીના 50 ટકાથી વધારે જથ્થો રાખશે. જે ફક્ત 45 વર્ષથી વધારે ઉંમરના લોકો માટે સરકારી હોસ્પિટલમાં રહેશે. તેવામાં 50 ટકા રસી રાજ્ય સરકારો અને ખુલ્લા બજારોમાં મોકલવામાં આવશે. જેમાં ખાનગી હોસ્પિટલો આ રીતે 50 ટકા રસી ખરીદી શકશે. જેની કિંમત નિર્માતા નક્કી કરશે.  નિર્માતા રાજ્ય સરકાર અને 1 મેની પહેલા ખુલ્લા બજારોમાં ઉપલબ્ધ થનારા 50 ટકા જથ્થા માટે મૂલ્યની છેલ્લી જાહેરાત કરવામાં આવશે

આ દરમિયાન કેન્દ્ર સ્વાસ્થ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધને જાણકારી આપી છે કે દેશમાં રસીકરણ ડોઝ લગાવવાનો આંકડો 13 કરોડને પાર કરી ગયો છે. તેમણે આ વાતની જાણકારી ટ્વીટ કરી આપી છે. હાલમાં દેશમાં 45 વર્ષથી વધારે ઉમંરના લોકોને રસીઅપાઈ રહી છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.