દિગ્વિજય સિંહ આજે પોતાનો કોરોના ટેસ્ટ કરાવવાના હતા. પરંતુ સેમ્પલ આપતા પહેલા જ તેમની પાસે એક મેસેજ આવ્યો. જેમાં લખ્યુ હતુ કે તમારા સેમ્પલ કલેક્ટ કરી દેવામાં આવ્યા છે. હવે દિગ્વિજય સિંહે સવાલ ઉઠાવી રહ્યા છે.
દિગ્વિજય સિંહે ગુરુવારે ટ્વીટ કરતા કહ્યુ કે શું થઈ રહ્યુ છે. 10.02 વાગ્યા છે અને મે આરટીપીસીઆર માટે મારા સેમ્પલ આપ્યા જ નથી. હું સેમ્પલ આપવા માટે રાહ જોઈ રહ્યો છુ અને મને મેસેજ મળે છે કે 9.39 વાગે કોનું સેમ્પલ લેવાયુ અને આરએમએલને મોકલવામાં આવ્યું?
દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 14070300 થઈ છે. દેશમાં મહામારીથી મૃત્યુ પામનારા દર્દીની કુલ સંખ્યા 1,73,152 થઈ છે. સારવાર લઈ રહેલા લોકોની સંખ્યા સતત વધી છે અને તેનો આંક 1365704 થયો છે. સંક્રમણના કુલ કેસનો રેટ 9.24 ટકા રહ્યો છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.