જો તમારી પાસે રાશન કાર્ડ છે તો તમારે લાંબી લાઈનમાં લાગવાની જરૂર નથી. તમે ઘરે બેઠા તમારા મોબાઈલની મદદથી Mera Ration appને યૂઝ કરી શકો છો. આ એપ ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલી વન નેશન વન રાશન કાર્ડ યોજનાનો ભાગ છે. આ એપની મદદથી તમે ઘરે બેસીને રાશનને બુક કરી શકો છો. તેની મદદથી તમને રાશન મેળવવામાં સરળતા રહેશે.
- Mera Ration app એપને ડાઉનલોડ અને ઈન્સ્ટોલ કરો
- એપની મદદથી રાશનની દુકાનની પણ મળશે જાણકારી.
- રાશન કાર્ડ હોલ્ડર્સ પોતાના સૂચનો આપી શકશે.
- રાશન સંબંધિત જાણકારી પણ મળી રહેશે,
- કાર્ડ હોલ્ડર મળતા અનાજની જાણકારી પોતે લઈ શકશે.
- દરેકને સરળતાથી મળશે રાશન
આ સિવાય પોતાને કેટલું રાશન મળી રહ્યું છે તેની જાણકારી પણ મેળવી શકે છે. આ એપ હિંદી અને અંગ્રેજી 2 ભાષામાં કામ કરે છે. અન્ય 14 ભાષામાં જલ્દી તેને લોન્ચ કરાશે. સૌથી મોટી વાત તો એ છે કે ક્યારે અને કઈ દુકાનેથી રાશન મળી શકશે તેની જાણકારી પણ એપની મદદથી મળી રહે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.