બેંગ્લુરુના એક ફ્લેટમાંથી 25 વર્ષની યુવતીની સડી ગયેલી અને નગ્ન લાશ મળી આવતાં ચકચાર મચી હતી.
આઈટી હબ અને સલામત ગણાતું બેંગ્લુરુ શહેર હવે મહિલાઓ માટે ઘાતક બની રહ્યું છે. અવારનવાર આ શહેરમાંથી ક્રાઈમની મોટી ઘટનાઓ બનતી હોય છે. ફરી વધુ એક કંપાવનારો બનાવ બન્યો છે. દક્ષિણ-પૂર્વ બેંગલુરુના ચંદાપુરામાં ફ્લેટમાંથી મહિલાની સડી ગયેલી, નગ્ન લાશ મળી આવી હતી. પોલીસને ઓરડામાંથી ડ્રગ્સ અને સિરિંજ મળી આવી હતી. મહિલા કોણ છે તે હજુ નક્કી થયું નથી પરંતુ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે પીડિતાની ઉંમર આશરે 25 વર્ષની હતી અને તે પશ્ચિમ બંગાળની હતી. પોલીસને શંકા છે કે હત્યા કરતા પહેલા તેની સાથે રેપ થયો હતો. છેલ્લે પીડિત મહિલા 40 વર્ષના એક શખ્સ સાથે જોવામાં આવી હતી.
રુમમાંથી મળી નગ્ન અને સડી ગયેલી લાશ
જે ઘરમાં મહિલાની નગ્ન અને સડેલી લાશ મળી છે તે સંગેથ ગુપ્તા નામની સોફ્ટવેર એન્જિનિયરનું છે જે પતિ અને બાળકો સાથે નીચેના ફ્લોરમાં રહે છે જ્યારે બાકીના ફ્લોર ભાડે આપેલા છે. ગત ડિસેમ્બરમાં ઓડિશાના સફન તરીકે પોતાની ઓળખાણ આપનાર એક શખ્સે ચોથા માળે સિંગલ બેડરૂમનો ફ્લેટ અને બાજુમાં આવેલો એક ઓરડો ભાડે લીધો હતો અને ભાડા પેટે 9000 રુપિયા અને 60,000 એડવાન્સ ચુકવ્યાં હતા. ત્યારબાદ, સફાન 10 જાન્યુઆરીના રોજ ફરીથી આવ્યો ત્યાં સુધી તે દેખાયો ન હતો, ભાડુ ચૂકવ્યું હતું અને મકાનમાલિકને કહ્યું હતું કે તેની પત્ની તેના વતનમાં છે અને તે ટૂંક સમયમાં જ તેને લઈ આવશે. 28 ફેબ્રુઆરીના રોજ, મકાનમાલિકને સફાનને ભાડે આપેલા ફ્લેટમાથી મહિલાની લાશ મળી હતી. મકાન માલિકે સફાનને પૂછ્યું હતું કે આ મહિલા કોણ છે ત્યારે તેણે સંબંધી ગણાવી હતી.10 માર્ચના રોજ, જ્યારે ગુપ્તા દંપતીએ ઓરડામાં તપાસ કરી, ત્યારે તેઓએ દરવાજો ખુલ્લો જોયો અને જોયું કે મહિલા ધાબળા સાથે તેને ઢાંકીને પડેલી છે. બીજા દિવસે સવારે, ખૂબ દુર્ગંધ આવતાં તેઓ ફરી રુમમાં ગયાં ત્યારે ચાદર ઓઢેલી હાલતમાં મહિલાની લાશ મળી આવી હતી અને લાશમાં કિડા ખદબદતાં હતા.
રુમમાંથી ડ્રગ્સ અને સિરિન્જ મળી
બેંગલુરુ એસપી મલ્લિકાર્જુન બાલદાંડીએ જણાવ્યું હતું કે, ઓરડામાંથી સફેદ પાવડર જેવો પદાર્થ અને સિરિંજ મળી આવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, “આ પાવડર કૃત્રિમ દવા હોવાની શંકા છે. હાલમાં સફનનો કોઈ પત્તો નથી, પોલીસને તેની પર શંકા છે તેથી તેની તપાસ શરુ કરાઈ છે.
કોણ છે સફાન
સંદિગ્ધ સફાન જ પીડિત યુવતીને ભાડમાં ઘરમાં લઈ આવ્યો હતો. જે પરણેલો પણ છે. પોલીસને શંકા છે કે આરોપી અને યુવતી વચ્ચે શારીરિક સંબંધો હતા અને તેણે જ હત્યા કરી છે. તે ડ્રગ્સનો બંધાણી પણ હોવાની શંકા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.