જો તમને પણ રીલ્સ બનાવવાનો શોખ હોય તો તમારા માટે સારા સમાચાર છે. હવે તમે રીલ્સ દ્વારા પણ ફેસબુકથી કમાણી કરી શકો છો. રીલ્સ દ્વારા તમે દર મહિને 3 લાખ રૂપિયાથી વધુની કમાણી કરી શકશો.અને ફેસબુકની માલિકીની કંપની મેટાએ જાહેરાત કરી છે કે ફેસબુક રીલ્સમાં ઓરિજિનલ કન્ટેન્ટ બનાવનારા ક્રિએટરને મહિને 3.07 લાખ રૂપિયા ચૂકવવામાં આવશે.
આ ચુકવણી રીલ્સ પર આવતા વ્યૂઝના આધારે કન્ટેન્ટ ક્રિએટર્સને ડોલરમાં આપવામાં આવશે અને કંપનીએ કહ્યું કે ફેસબુક રીલ્સ પર દર મહિને 4000 ડોલર સુધીની કમાણીની તક છે. જો આપણે આ ડોલરને રૂપિયામાં કન્વર્ટ કરીએ તો આ રકમ લગભગ 3.07 લાખ રૂપિયા થાય છે.
મેટાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, અમે ફેસબુક પર “ચેલેન્જ ” રજૂ કરી રહ્યા છીએ, જે ક્રિએટર્સને પોતાના કન્ટેન્ટ દ્વારા કમાણી કરવામાં મદદ કરશે.અને તેના દ્વારા એક મહિનામાં 4000 ડોલર સુધીની કમાણી કરી શકાય છે. કંપનીએ કહ્યું કે આ પ્રોગ્રામ હેઠળ કેટલાક ચેલેન્જ નક્કી કરવામાં આવ્યા છે, અને દરેક ચેલેન્જ પર ક્રિએટર્સ કમાણી કરતા રહેશે.
ઉદાહરણ તરીકે, પ્રથમ સ્ટેપમાં ક્રિએટર્સની 5 રીલ્સ 100 વ્યૂઝને પાર કરે છે તો ત્યારે તેને $20 આપવામાં આવશે. “જ્યારે કોઈ ક્રિએટર્સ એક ચેલેન્જ પૂરી કરશે ત્યારે પછી આગળની ચેલેન્જ અનલોક થશે. 5 રીલની ચેલેન્જ પૂરી કર્યા બાદ ક્રિએટર્સને 20 રીલ્સ પર 500 વ્યૂઝ પૂરા કરવાનો પડકાર આવશે.અને જેના દ્વારા તમે 100 ડોલરની કમાણી કરી શકશો.અને મહિનો પૂરો થયા પછી, તમારે ફરીથી આ બધુ પહેલેથી ચાલુ કરવું પડશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.