ગુજરાતમાં હવામાન વિભાગની ૦૩ દિવસની વરસાદની આગાહી ,ક્યાં જિલ્લામાં પડશે વરસાદ જાણો .

ગુજરાતમાં હવે આગામી ટૂંક સમયમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો પ્રારંભ થવા જઇ રહ્યો છે અને જેના ભાગ રૂપે અનેક જિલ્લામાં ૪થી ૬ જૂન દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગના મતે રાજ્યમાં હાલ દક્ષિણ-પશ્ચિમ દિશાનો પવન છે. આગામી ૪ જૂનના દમણ-દાદરા નગર હવેલી -દાહોદ -આણંદ -ભાવનગર -અમરેલી, ૫ જૂનના રોજ દમણ-દાદરા નગર હવેલી -બોટાદ -રાજકોટ -જુનાગઢ -અમરેલી -ભાવનગર -ગીર સોમનાથ- દીવમાં જ્યારે ૬ જૂનના દમણ-દાદરા નગર હવેલી- અમદાવાદ- આણંદ- ખેડા- સુરેન્દ્રનગર- રાજકોટ- જુનાગઢ- અમરેલી- ભાવનગર- મોરબી- ગીર સોમનાથ- બોટાદ-કચ્છ- દીવમાં ૩૦થી ૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવા ઉપરાંત હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. ‘ હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં જૂનના ત્રીજા સપ્તાહથી ચામાસાનો પ્રારંભ થઇ શકે છે.

દરમિયાન આજે ૪૨.૧ ડિગ્રી સાથે સુરેન્દ્રનગરમાં સૌથી વધુ ગરમી નોંધાઇ હતી. રાજ્યમાંથી અન્યત્ર રાજકોટમાં ૪૦.૮, ભાવનગરમાં ૩૯.૫, ડીસામાં ૩૯.૧, વલ્લભ વિદ્યાનગરમાં ૩૮.૩, ગાંધીનગરમાં ૩૮.૨, ભૂજમાં ૩૭.૬, વડોદરમાં ૩૭.૪, સુરતમાં ૩૩.૬ ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું હતું. આગામી ૩ દિવસ અમદાવાદમાં ૩૮ ડિગ્રીની આસપાસ તાપમાન રહેવાની સંભાવના છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.