હવામાન વિભાગની આગાહી ,આવતી કાલે રાજકોટમાં વરસાદનું “રેડ એલર્ટ”.

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત બાદ બે દિવસ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા અને પાટણ ના કેટલા જ વિસ્તારમાં મેધો ધોધમાર વરસી રહ્યો હતો. કે આગામી ત્રણ દિવસ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં ક્યાંક ભારે તો કયાંક અતિભારે વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગ માહિતી અનુસાર દક્ષિણ ગુજરાતના વલસાડમાં અને બુધવારે સૌરાષ્ટ્રના રાજકોટ પણ રેડ એલર્ટ જાહેર કર્યુ છે. ડાંગ,નવસારી, તાપી, અમરેલી, ભાવનગર, બોટાદ સહિતના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડવાની શક્યતાને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આણંદ, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, દીવ સહિતનાં વિસ્તારોમાં પણ મંગળવારે સારો વરસાદ થશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.