દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની હવામાન વિભાગની આગાહી.. જાણો કયાં પડી શકે છે વરસાદ…

સમગ્ર દેશના મોટાભાગનાં હિસ્સામાં હાલનાં સમયે ચોમાસુ વિદાય લઈ રહ્યું છે. પરંતુ હવે હવામાન વિભાગ દ્નારા ગુજરાતમાં આગામી બે દિવસ સુધી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી બે દિવસો દરમ્યાન ગાંધીનગર ,અમદાવાદ ,આણંદ , બનાસકાંઠા , ભાવનગર , ગીર સોમનાથ , રાજકોટ માં વરસાદ પડશે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં છુટોછવાયો વરસાદ ની આગાહી કરવામાં આવી છે. બે દિવસ બાદ રાજયમાં વરસાદનું જોર ઘટશે.

બંગાળની ખાડીમાં ચક્રવાતી વાવાઝોડું ‘જવાદ’ ઉભું થઈ રહ્યું છે. છેલ્લી અસર ઓડિશા આંધ્રપ્રદેશ , છત્તીસગઢ , મધ્યપ્રદેશ , ઉત્તરપ્રદેશ , મહારાષ્ટ્ર પડશે.

https://www.youtube.com/watch?v=xHcY-4cBxV0

આપને જણાવી દઇએ કે વિદાય લઈ રહેલા ચોમાસાએ ગત મહિનામાં ગુજરાતને ધમરોળ્યું હતું.ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસાદને કારણે જનજીવન અસ્ત-વ્યસ્ત થઇ ગયું હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.