માછીમારોને દરિયા ન ખેડવા હવામાન ખાતાની ચેતવણી.. થઈ છે આ આગાહી..

હવામાન ખાતાની ભારે વરસાદની આગાહીથી માછીમારો દરિયો નહીં ખેડવાની સૂચના અપાઈ છે. વરસાદ જિલ્લાના ઉમરગામ તાલુકાનાં દરિયા કિનારે માછીમારો પોતાનાં કામ આ વ્યસ્ત દેખાતા હતાં. ભારે વરસાદની આગાહી ના કારણે માછીમારો એ દરિયો ખેડવાનું ટાળ્યું હતું.

દરિયામાં સવારમાં કોઈ કરંટ કે હવાનું જોર જોવા મળ્યું નથી. ઉમરગામ તાલુકાનો કાંઠા વિસ્તાર મત્સ્ય ઉધોગ માટે જાણીતો છે. વરસાદી માહોલ ગઈ કાલથી ફરી સક્રિય બની જતાં માછીમારો પણ સાવધાની રાખી છે.

દરિયો શાંત છે અને હવા પણ નથી પરંતુ ગમે ત્યારે વાતાવરણમાં આવતો પલટો જોખમી બનતો હોય છે.જેમાં સૌરાષ્ટ્રના જુનાગઢ , ગીર સોમનાથ, ભરુચ અને વલસાડ માં આગામી બે દિવસમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે.

અગમચેતીનાં ભાગરુપે NDRF અને SDRF ની ટીમો આ જિલ્લાઓમાં એલટઁ રહે તે અંગે સૂચના આપવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.