સુરતને મેટ્રો સિટી બનાવવા માટે, મેટ્રો રેલ પ્રોજેકટની કામગીરી, આજથી કરી દેવામાં આવી શરૂ

સુરતને મેટ્રો સિટી બનાવવા માટે જરૂરી મેટ્રો રેલ પ્રોજેકટની કામગીરી આજથી શરૂ કરી દેવામાં આવી છે. આજથી જીએમઆરસી દ્વારા સુરતના લંબેહનુમાન રોડ પર જીઓટેકનિકલ સરવે શરૂ કરવામાં આવ્યો છે. આ સરવેમાં જમીનની મજબુતાઈ ચકાસવામાં આવશે. જેના આધારે મેટ્રો રેલના ટ્રેકની ડિઝાઈન નક્કી કરવામાં આવશે.

આ રૂટનો ટોપોગ્રાફી સરવે પુરો કરી દેવામાં આવ્યો છે. આશરે બેથી ત્રણ મહિના આ સરવે ચાલશે તેવું માનવામાં આવી રહ્યું છે.

મેટ્રો રેલ માટે ટેન્ડરો બહાર પાડી દેવામાં આવ્યા બાદ જીએમઆરસી દ્વારા મેટ્રો રેલના પ્રથમ સરથાણાથી ડ્રીમ સિટીના રૂટ માટે ટોપોગ્રાફી સરવે શરૂ કરવામાં આવ્યો હતો. ટોપોગ્રાફી સરવેમાં જે તે રોડનો મેપ તૈયાર કરાશે. જ્યાંથી રૂટ પસાર થાય છે ત્યાંની આસપાસ કેવી અને કેટલી બિલ્ડિંગો આવી છે? રોડનું લેવલ કેટલું છે? કેટલી સર્વિસિસ આવે છે તે સહિતનો સરવે કરાશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.