બંધમાં બાજી રમવાની, ટેવવાળા પ્રદેશ પ્રમુખે ખેલેલા,આ નવા દાવમાં ખુદ, મેયર રીટા બહેન પટેલ પણ કપાઈ ગયા છે

કાર્યકાળ દરમ્યાન સફળ કામગીરી કરી ચૂકેલા કોર્પોરેટરોને તો ગળા સુધી વિશ્વાસ હતો કે, એમની ટિકિટ તો પાક્કી જ છે. જોકે, કેટલાના માથે રિપીટનો કળશ ઢોળાશે તે ચર્ચાનો વિષય બન્યો હતો.

પરંતુ મંગળવારે મોડી સાંજે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલે મનપાના 11 વોર્ડના 44 પૈકી 10 વોર્ડના 80 ઉમેદવારોના નામોની યાદી જાહેર કરાતા જ ગાંધીનગરના પીઢ કોર્પોરેટરોમાં સન્નાટાની સ્થિતિનું નિર્માણ થયું હતું.

બંધમાં બાજી રમવાની ટેવવાળા પ્રદેશ પ્રમુખે ખેલેલા આ નવા દાવમાં ખુદ મેયર રીટા બહેન પટેલ પણ કપાઈ ગયા છે. વર્તમાન મેયર રીટા પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવેન્દ્રની ટિકિટ કપાઈ છે.

એક તરફ રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, તો બીજી તરફ રાજ્યના પાટનગર ગાંધીનગરમાં મહાનગર પાલિકાની ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે.

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા ગાંધીનગર મનપાની ચૂંટણી માટે 23 જેટલા ઉમેદવારની પ્રથમ યાદી જાહેર કરી સુરતની જેમ ગાંધીનગરમાં પણ ભાજપને પડકારી છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.