બનાસકાંઠા જિલ્લાના 73905 કરતાં વધુ શ્રમીકો ને રોજગારી પૂરી પાડતા મનરેગા કર્મીચારીશ્રીઓ પોતાની રોજગારી માટે હડતાલ ઉપર ઉતર્યા ઓલ ગુજરાત મનરેગા કર્મચારી એન્ડ ગુજરાત રાજ્ય મનરેગા કર્મચારી સંગઠન ના નેજા હેઠળ બનાસકાંઠા જિલ્લાના 350 થી વધુ મનરેગા કર્મીચારીશ્રીઓ આજે પોતાના વેતન વધારા માટે જિલ્લા વિકાસ અધિકારીશ્રીને આવેદનપત્ર પાઠવી હડતાલ ઉપર ઉતર્યા હોવાનું જાણવા મળે છે.
ગ્રામ વિકાસ એજન્સીમાં કામ કરતા કર્મચારીઓ ના પગારમાં દર વર્ષે 15% વધારો કરવાનો ઠરાવ કરેલો હોય જેનો અમલ આજ દિન સુધી ન થતાં કર્મચારીઓ પોતાના કામથી અળગા થયા છે.તેવું સૂત્રો દ્વારા જાણવા મળતી માહિતી અનુસાર મનરેગા કર્મચારીઓ ના દર વર્ષે 15 ટકા પગાર વધારો કરવાનો ઠરાવ થયેલ હોઈ તેમ છતાં સરકાર દ્વારા પગાર વધારો ફક્ત એક જ વખત 10% આપ્યો છે 2008 થી નોકરી કરતા કર્મચારીઓ આ કર્મચારીઓ મોંઘવારીમાં આર્થિક સંકળામણ સાથે પોતાની ફરજ બજાવી રહ્યા છે બનાસકાંઠા જિલ્લામાં રોજના 73905 કરતા વધુ શ્રમિકોને રોજગારી નું આયોજન કરતા અંદાજે 350 કરતાં વધુ કર્મચારીઓ આજે પોતાની રોજગારી મેળવવા તેમજ પોતાના પરિવારનું ભરણપોષણ કરવા માટે સરકાર સમક્ષ વારંવાર વિનંતીઓ કરી રહ્યા છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.