મહારાષ્ટ્રમાં થિયેટરો ખુલ્લા મુકાતા લોકડાઉન પછીની પ્રથમ ફિલ્મ સૂરજ પે મંગલ ભારીની રિલીઝ

આઠ મહિનાના લોકડાઉન પછી હવે ફિલ્મ નિર્માતાઓ રાહતનો શ્વાસ લઇ શકશે. મહારાષ્ટ્રમાં  ગુરુવારથી થિયેટરો ખુલ્લા મુકવામાં આવ્યા છે. ૫૦ ટકાની કેપેસિટી સાથે ફિલ્મને રિલીઝ કરવાની છૂટ મળી છે. લોકડાઉન પછીની થિયેટરમાં રિલીઝ થનારી પ્રથમ ફિલ્મ સૂરજ પે મંગલ ભારી હશે. આ ફિલ્મમાં મનોજ બાજપાયી, દિલજીત દોસાંજ, ફાતિમા સના શેખ કામ કરી રહ્યા છે. ૧૩ નવેમ્બરના રોજ આ ફિલ્મને રિલીઝ કરવામાં આવશે.

ટ્રેડ નિષ્ણાંતોએ એ વાતનું સમર્થન આપ્યું હતું કે, હવે નાના અને મધ્યમ બજેટની ફિલ્મને થિયેટરોમાં પહેલા રિલીઝ કરવામાં આવશે, આ સિલસિલો વરસના અંત સુધી ચાલશે. આ પછી આવતા વરસે બિગ બજેટ ફિલ્મો જેવી કે અક્ષય કુમાર અને કેટરિના કૈફની સૂર્યવંશી અને રણવીર સિંહની ૮૩ ફિલ્મને રિલીઝ કરવાની છે. ફિલ્મ નિર્માતાઓ હાલ પરિસ્થિતિ જોઇ રહ્યા છે,નાના બજેટની ફિલ્મોને દર્શકોનો કેવો રિસપોન્સ મળે તે જોયા પછી બિગ બજેટ ફિલ્મો અંગે નિર્ણય લેવામાં આવશે.

આ પરથી લાગે છે કે, મનોરંજન ઇન્ડસ્ટ્રી માટે આ વરસની દિવાળી ધંધાપાણી વિનાની નહીં હોય. દરેક થિયેટરોને ચોક્કસ ગાઇડલાઇન્સ આપી દેવામાં આવી છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.