વિક્રમ સંવત 2076, મહા સુદ પાંચમ, ગુરુવાર વસંત પંચમી, સરસ્વતી પૂજન, પંચક, ગાંધી નિર્વાણ દિન, ચંદ્ર પૃથ્વીથી અતિ દૂર મેષ મનોકામનાની પૂર્તિ માટેના પ્રયત્નો સફળ બનતાં જોવાય. લાગણી દુભાવાનો પ્રસંગ મન પર ન લેશો.
વૃષભ ધાર્યાં કામકાજો આડે વિઘ્નો જણાશે. ગૃહજીવનના પ્રશ્નો પેચીદા બનતાં લાગે. આરોગ્ય જાળવી શકશો. મિથુન ચિંતાઓનાં વાદળો હટતાં જણાય. પ્રયત્નોને સફળ બનાવી શકશો. કૌટુંબિક પ્રશ્ન હલ થાય.
કર્ક આર્થિક સમસ્યા ઘેરી ન બને તે જોજો. ઉતાવળા બનવાથી નુકસાનની સ્પષ્ટતા રહે. સામાજિક પ્રવૃત્તિ અંગે સાનુકૂળતા. સિંહ મૌનવ્રત અને ધીરજ દ્વારા તમે વધુ શાંતિ મેળવી શકશો. મુશ્કેલીનો ઉપાય મળશે. મિલન-મુલાકાત.
કન્યા આપના મૂંઝવતા પ્રશ્નો હલ થતાં જણાય. પ્રવાસ-પર્યટન સફળ થાય. ગૃહવિવાદનો પ્રસંગ ટાળવો. તુલા આપના કાર્યક્ષેત્રે વિકટતા અને બેકદરદાની છતાં લાભદાયી તક-સંજોગ સર્જાય. ગૃહક્લેશ ટાળજો.
વૃશ્ચિક પરિસ્થિતિ પર કાબૂ મેળવજો અને નાણાભીડમાંથી બહાર આવવાના પ્રયત્નો સફળ થતાં જણાય. આરોગ્ય જળવાય. ધન પ્રસન્નતા અને શાંતિ માટે જતું કરવાની ભાવના ઉપયોગી જણાય. જિદ વ્યર્થ જણાય.મકર આપના વ્યવસાયિક કાર્ય અંગે પ્રયત્નો ફળદાયી પુરવાર થતાં લાગે. ચિંતાનો બોજ હળવો બનતો જણાય. કુંભ આપની અંગત કોઈ પરેશાની કે મુશ્કેલી હશે તો તેના ઉકેલનો માર્ગ ખૂલે. નાણાકીય બાબતે રાહત મળે. મીન આર્થિક આયોજન પર ધ્યાન આપવું જરૃરી માનજો. વિશ્વાસે રહેવું નહીં. પ્રવાસ-મિલન- મુલાકાત.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.