સૌરાષ્ટ્રમાં મહા વાવાઝોડાની અસર તળે હવામાન ખાતાએ કરેલી વરસાદની આગાહી મુજબ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડયો હતો. બાબરા પંથકમાં અર્ધાથી દોઢ, કાલાવડ, ધોરાજીના વેગડીમાં એક ઈંચ વરસાદ પડયો હતો. મહા વાવાઝોડાની આગાહીના પગલે તંત્ર હાઈએલર્ટ પર છે. બીજી બાજુ અમદાવાદમાં પણ મોડી રાતે પવનની સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો.
અમદાવાદમાં આજે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ સર્જાયા બાદ અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. અમદાવાદ સહિત ગાંધીનગરમાં પણ ‘મહા’ વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. જેથી આજે વહેલી સવારથી શહેરના કેટલાક વિસ્તારોમાં ઝરમર વરસાદ પડ્યો છે. તો કોઇ જગ્યા ધડાકાભેર તૂટી પડ્યો છે. અમદાવાદમાં આજે GMDC ગ્રાઉન્ડ, વસ્ત્રાપુર, ગોતા, ચાંદખેડા, જગતપુર, ચાંદલોડિયામાં ધીમીધારે વરસાદ પડ્યો છે.
ઉત્તર ગુજરાતની વાત કરીએ તો આજે સવારે અરવલ્લીનાં મોડાસા, ભિલોડા, ટીંટોઇ, માલપુરમાં પણ વહેલી સવારથી ભારે વરસાદી ઝાપટું આવ્યું હતું. આ સાથે વડોદરા જિલ્લાનાં અનેક વિસ્તારોમાં પણ વરસાદી માહોલ સર્જાયો છે. આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં પોતાનાં પાક નિષ્ફળ જવાની ચિંતા વ્યાપી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.