રાજ્યમાં ફરી એકવાર મહા વાવાઝોડાની દહેશત છે. ‘મહા’ વાવાઝોડાથી ગુજરાતને ખતરો છે. `મહા’ વાવાઝોડું ગુજરાત તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. ‘મહા’ વાવાઝોડું 7 નવેમ્બરે ગુજરાતના કિનારે ટકરાવાની સંભાવના છે. હાલ વાવાઝોડું દરિયામાં વારંવાર ફંટાઇ રહ્યું છે.
લક્ષદીપથી ઉદભવેલું ‘મહા’ વાવાઝોડું પોતાની દિશા બદલી રહ્યું છે. અને પહેલા ઓમાનના દરિયા તરફની દિશા હતી. પરંતુ હવે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે હાલ અરબી સમુદ્રમાં એક સાથે `ક્યાર’ અને ‘મહા’ વાવાઝોડું બંને સક્રિય છે.
કેરળના કોચીનમાં મહા વાવાઝોડાની અસર જોવા મળી છે. મહા વાવાઝોડાના કારણે કોચીનમાં દરિયો તોફાની થયો છે અને દરિયા કિનારા પર ઉંચા મોજા ઉછળી રહ્યા છે. દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. જેના કારણે દરિયા કિનારાના વિસ્તારોમાં દરિયાના પાણી ઘુસી રહ્યા છે. રહેણાંક વિસ્તારોમાં દરિયાના પાણી ફરી વળતાં લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
અરબ સાગરમાંથી સર્જાયેલા મહા વાવાઝોડાએ લક્ષદ્વીપમાં કહેર વર્તાવ્યો છે. લક્ષદ્વીપમાં 24 કલાકમાં ભારે વરસાદ પડ્યો. વાવાઝોડાની સાથે વરસાદ પડતાં લક્ષદ્વીપમાં અનેક વૃક્ષો ધરાશાયી થઈ ગયા છે. તો કેટલાક વિસ્તારોમાં મકાનોમાં નુકસાન પહોંચ્યું છે. જ્યારે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.
તો દરિયામાં પણ ભારે કરંટ જોવા મળ્યો હતો. જેથી દરિયા કિનારા પરથી લોકોને હટી જવા માટે પણ સલાહ આપવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે મહા વાવાઝોડું આગળ વધી રહ્યું છે. જેના કારણે આંધ્રપ્રદેશ, ગોવા અને મહારાષ્ટ્રના દરિયા કાંઠાના વિસ્તારોમાં પણ વરસાદ પડી શકે છે. સાથે જ ગુજરાત પર પણ મહા વાવાઝોડાની અસર જોવા મળી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.