અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના પર ચાલી રહેલી મહાભિયોગની પ્રક્રિયાને લોકતંત્ર પર મોટો હુમલો ગણાવ્યો હતો. ટ્રમ્પે કહ્યું કે ડેમોક્રેટિક સાંસદો દ્વારા પ્રતિનિધિ સભામાં મહાભિયોગની પ્રક્રિયાને મંજુરી આપવી એ અમેરિકાના લોકતંત્ર પર મોટો હુમલો છે.
મહાભિયોગના પ્રસ્તાવને 232-196 વોટોથી પસાર કરવામાં આવ્યું
અમેરિકામાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર ત્રીજીવાર મહાભિયોગની પ્રક્રિયા શરુ કરવામાં આવી છે. અમેરિકન કોંગ્રેસના નીચલા સદનમાં 435 સદસ્ય છે. ગુરુવારના દિવસે આ સદનમાં બહુમતીથી મહાભિયોગનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યું હતું. મહાભિયોગના પ્રસ્તાવને 232-196 વોટોથી પસાર કરવામાં આવી. આ પ્રસ્તાવ મામલાથી જોડાયેલા લોકોને પૂછપરછ, સુનાવણી અને સંબંધિત નિયમને સ્થાપિત કરવાના અધિકાર પ્રદાન કરે છે.
અમેરિકાના નીચલા સદનમાં ડેમોક્રેટ્સ પાસે બહુમત
અમેરિકાના નીચલા સદનમાં ડેમોક્રેટ્સ પાસે બહુમત છે, 233 સદસ્યો સાથે ડેમોક્રેટ્સ બહુમતમાં છે જ્યારે રાષ્ટ્રપતિ ટ્રમ્પ જે પક્ષથી આવે છે તે રિપબ્લિકન પાસે માત્ર 197 સભ્ય છે જેથી આ સદનમાં મહાભિયોગની પ્રક્રિયા માટે પ્રસ્તાવ સરળતાથી પસાર થયો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.