અમેરિકાના ઇતિહાસમાં આજે રાષ્ટ્રપતિ ટ્રમ્પ ખોટા કારણથી હંમેશા માટે નોંધાઇ ગયા છે. ટ્રમ્પની વિરૂદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ નીચલા ગૃહમાંથી પાસ થઇ ગયો. અત્યાર સુધીના ઇતિહાસમાં માત્ર ત્રણ એવા રાષ્ટ્રપતિ રહ્યા છે જેમણે મહાભિયોગ પ્રક્રિયાનો સામનો કરવો પડ્યો. અમેરિકન સંસદના નીચલા ગૃહ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવમાં આ પ્રસ્તાવ પાસ થઇ ગયો છે. વિપક્ષી ડેમોક્રેટ્સની બહુમતી વાળી હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવમાં મહાભિયોગના પક્ષમાં 230 અને વિરોધમાં 197 વોટ પડ્યા. હવે સ્પષ્ટ છે કે ડોનાલ્ડ ટ્રમ્પની વિરૂદ્ધ મહાભિયોગની કાર્યવાહી કરાશે. શું છે મહભિયોગની પ્રક્રિયા અને હવે ટ્રમ્પનું ભવિષ્ય શું હશે, સમજો…
અમેરિકાની સંસદમાં શું થયું બુધવારે
અમેરિકન સમય પ્રમાણે બુધવારના રોજ અમેરિકાના નીચલા ગૃહમાં ટ્રમ્પની ઉપર લાગેલા બે આરોપો પર વિસ્તૃત ચર્ચા થઇ. અમેરિકાના રાષ્ટ્રપતિ પર પહેલાં આરોપ છે કે તેમણે કરદાતાઓના પૈસાનો ઉપયોગ પોતાના ખાનગી હિત અને રાજકીય સ્વાર્થ માટે કર્યો. તેમની ઉપર બીજો આરોપ છે કે આ આરોપની તપાસ માટે તેમણે કોંગ્રેસની તપાસ પ્રક્રિયામાં અડચણ ઉભું કરવાની કોશિષ કરી.
વ્હાઇટ હાઉસનું આવ્યું નિવેદન
મહાભિયોગ પ્રસ્તાવ પાસ થયા બાદ વ્હાઇટ હાઉસે પોતાના નિવેદનમાં કહ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પને આશા છે કે સેનેટ યોગ્ય રીતે આ પ્રક્રિયાને પૂરી કરશે. નિષ્પક્ષ પ્રક્રિયાનું પાલન હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવમાં પૂરી થઇ નથી. આગળ જે પણ પ્રક્રિયા થશે તેના માટે ડોનાલ્ડ ટ્રમ્પ તૈયાર છે. જ્યારથી ડોનાલ્ડ ટ્રમ્પે ઓફિસ સંભાળી છે ત્યારથી તેઓ થાક્ય વગર અમેરિકન પ્રજા માટે કામ કરી રહ્યા છે, તેઓ ઓફિસમાં રહેવાના છેલ્લા દિવસ સુધી કામ કરતા રહેશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.