મહાબલીપુરમાં આજે થશે બે મહાશક્તિઓની મુલાકાત, જાણો બે દિવસમાં શું થશે

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ (Xi Jinping) બે દિવસના પ્રવાસે શુક્રવારે ભારત પહોંચી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) તમિલનાડુના દરિયાકાંઠે આવેલા શહેર મહાબલીપુરમાં આયોજિત થનારા બીજી દ્વિપક્ષીય અનૌપચારિક શિખર સંમેલનમાં ચીનના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરશે. બંને નેતા આ પહેલા 14 વાર મળી ચૂક્યા છે. બંને નેતાઓની વચ્ચે આ બીજી અનૌપચારિક મુલાકાત હશે. આ પહેલા વર્ષ 2018માં પીએમ મોદીએ વુહાનમાં ચીનના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી હતી.

મહાબલીપુરમાં પીએમ મોદી અને શી જિનપિંગનો શું કાર્યક્રમ રહેશે?

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની સાથે પોતાની મિત્રતાને વધુ આગળ લઈ જવા માટે સૌથી પહેલા અર્જુન પેનેંસ જશે. અર્જુન પેનેંસ વિશે કહેવાય છે કે, ત્યાં એક વિશાળ શિલાપટ્ટી છે, જેમાં અનેક પ્રકારની આકૃતિ બનાવવામાં આવી છે. આ સ્થળ વિશે માન્યતા છે કે આ તસવીરો ગંગાને ધરતી પર લાવવાની વાત વર્ણવામાં આવી છે. તેની સાથે કેટલાક લોકો એમ પણ માને છે કે ભગવાન શિવથી પશુપતાસ્ત્ન મેળવવા માટે અર્જુને અહીં એક વૃક્ષ પર ઊભા રહીને આકરી તપસ્યા કરી હતી.

અર્જુન પેનેંસની આ વિશાળ શિલાપટ્ટી જોયા બાદ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પંચરથ જશે. ત્યાં પાંચ અધૂરા રથ બનેલા છે, જેના વિશે માન્યતા છે કે આ તમામ રથ પાંચેય પાંડવોના છે. ત્યારબાદ બંને દેશોના નેતા સમુદ્ર કિનારે બનેલા તટ મંદિર જશે. આ મંદિરની પાસે સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ચીનના રાષ્ટ્રપતિ દક્ષિણ ભારતનું નૃત્ય સંગીત અને પરંપરાથી રૂબરૂ થશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.