મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસનો કેર અટકવાનું નામ લઈ રહ્યાં છે. અહીં દરરોજ કોરોનાના કેસો વધી રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં 2250 નવા કેસો સામે આવ્યા છે. આ દરમિયાન 65 લોકોના મોત થયાં છે. આ સાથે મહારાષ્ટ્રમાં કોરોનાના કુલ 39, 297 કેસ થયાં છે અને 1390 લોકોના મોત થયાં છે.
કોરોનાથી સૌથી વધારે પ્રભાવિત મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં 1372 નવા કેસ સામે આવ્યા છે અને આ દરમિયાન 41 લોકોના મોત થયાં છે. દેશની આર્થિક રાજધાની મુંબઈમાં કોરોનાના કુલ 24,118 દર્દી છે અને અત્યાર સુધીમાં 841 લોકોના મોત થઈ ચુક્યા છે.
આ પહેલા મંગળવારે મહારાષ્ટ્રમાં 2,127 નવા કેસ સામે આવ્યા હતા અને 76 લોકોના મોત થયાં હતા. મુંબઈમાં 1411 નવા કેસો સામે આવ્યા તો 43 લોકોના જીવ ગયા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.